તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમને-સામને:પેટલાદના સુંદરણા ગામે જમાઈએ સસરાને ઝૂડી નાખ્યા અને પત્નીને પણ લાફો ઝીંકી દીધો

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને તેડવા આવેલા જમાઇનો ઝગડો કરી સસરાને માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

પેટલાદના સુંદરણા ગામે રહેતી યુવતીના લગ્ન વડતાલ ખાતે થયા હતા. છેલ્લા કેટલાક સમયથી સાસરીયાઓએ દહેજની માંગણી કરી ઝઘડો કરીને પિયર કાઢી મુકી હતી. ગઈકાલે સાસરીયાઓએ પિયરમાં આવી યુવતીના પિતા સાથે ઝઘડો કરીને ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાતાં પેટલાદ પોલીસ મથકે ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પેટલાદ તાલુકાના સુંદરણા ગામે રહેતા દિનેશભાઈ મણીલાલ વણકરની દિકરીના લગ્ન વડતાલ ગામે પ્રતીક પ્રવીણભાઈ મેકવાન સાથે થયા હતા. શરૂમાં સંસાર સારી રીતે ચાલ્યો બાદમાં જ સાસરીયાઓ દ્વારા પરિણીતા પાસે દહેજની માંગણી ,ઘર કામકાજને લઈ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી અસહ્ય ત્રાસ આપતાં સાસરિયા ત્રાસથી ત્રસ્ત પરિણીતા તેના ઘરે પિયરમાં પરત રહેવા આવી ગઈ હતી.

પરિણીતા પિયર આવી ગઈ હોઇ તેનો પતિ વડતાલથી પ્રતિક પ્રવિણભાઈ મેકવાન અને તેમના કુટુંબી ભાઈ સમુ મેકવાન ગઈકાલે સુંદરણા ગામે આવ્યા હતા અને પરિણીતાના પિતા દિનેશભાઈ સાથે પ્રતિક અને સમુએ ફરિયાદ કરતા કહ્યું હતું કે, તમારી દિકરીને બોલવાનું ભાન નથી ઘરમાં ગમે તેમ બોલ્યા કરે છે. જેથી દિનેશભાઈએ તેઓને અટકાવતા સામે જવાબ વાળ્યો કે મારે તમારી જોડે વાત કરવી નથી. સમાજના માણસો લઈને આવજો અત્યારે અહીથી જતા રહો.

સસરા દિનેશભાઇના આ વ્યવહારથી જમાઈ પ્રતિક અને તેના કૌટુંબીક ભાઈ સમુ ઉશ્કેરાઈ ગયા હતા અને દિનેશભાઈ સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. વચ્ચે છોડાવવા પડેલી પરિણીતાને પણ લાફો મારી દીધો હતો. આ અંગે દિનેશભાઈ મણીલાલ વણકરે પેટલાદ પોલીસ મથકે પ્રતિક પ્રવિણભાઈ મેકવાન સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...