પેટલાદ તાલુકાના સિંહોલ ગામમાં ઘર ખર્ચ ન આપતા પતિને પત્નીએ ઠપકો આપતા ઝઘડો થયો હતો. જેમાં પતિએ ત્રાસ આપ્યો હતો. આ અંગે પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ આપી હતી.
પેટલાદના સિંહોલ ગામે ઇન્દીરા કોલોની સામે રહેતા શબનાબાનુ સાબીરશા દિવાનના લગ્ન 14 વર્ષ પહેલા સાબીરશા મોતીશા દિવાન સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને બે દિકરાનો જન્મ પણ થયો હતો. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે, તેમની સાથે સાસુ રહે છે. જ્યારે નણંદ પણ રહે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી નણંદ અને નણંદોઇ દ્વારા પતિ સાબીરશાને ચઢવણી કરતાં હોવાથી ઘરકંકાસ ઉભો થયો હતો. તેમાં પણ ઘર ખર્ચના પૈસા સાબીરશા આપતા નહતાં. જેથી પરણિતા શબનાબાનુએ ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી ઉશ્કેરાયેલો સાબીર તેને મારવા ફરી વળ્યો હતો અને તુ તારા પિયરમાંથી પૈસા લઇ આવ. તેમ કહી મારઝુડ કરતો હતો.
આ દરમિયાનમાં 11મી માર્ચ,23ના રોજ બપોરના શબનાબાનુએ સાબિરશા દિવાનને કહેલું કે તમે મારાથી જુદા રહો છો અને ક્યાં સુધી તમે મારાથી અલગ રહેશો ? તમે કામ ધંધો કરતા નથી અને દારૂ પીને ફર્યા કરો છો. તેવો ઠપકો કરતા પતિ સાબિરશાએ પરિણીતા સાથે ઝઘડો કરી માર મારવા ફરી વળ્યો હતો. વળી સાબિરશાનું ઉપરાણું સાસરિયાએ લીધું હતું. તેઓએ પરિણીતાને તારે અહીંયા રહેવાનું નહીં, તું ઘર ખાલી કરી તારા પિયરમાં જતી રહે. તેમ કહી મારમાર્યો હતો.
આ અંગે મહેળાવ પોલીસે સાબીર મોતીશા દિવાન, રજબ મોતીશા દિવાન, નુકશાના મોતીશા દિવાન, અનીશા મોતીશા દિવાન, સુલતાના હૈદરશા દિવાન અને હૈદર મહંમદશા દિવાન સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.