પેટલાદ તાલુકાના ફાગણી ગામે ત્રાટકેલી ચડ્ડી બનિયાન ધારી ગેંગે હિંસક હુમલો કર્યો અને પોણા લાખના દાગીનાની લૂંટ ચલાવી હતી.આ દરમિયાન જાગી ગયેલા મકાન માલીકે પડકારતા તેમને ધમકી આપી હતી. જ્યારે બૂમાબૂમથી દોડી આવેલા પડોશીને માથા પર ડંડાથી મારતા ગંભીર રીતે ઇજા પહોંચી હતી. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પેટલાદના ફાગણી ગામે રહેતા અને ભવાનીપુરામાં વેલ્ડીંગ વર્ક્સનું કારખાનું ચલાવતા રમેશભાઈ ઠાકોરના મકાનનું સમારકામ ચાલતું હોવાથી બાજુમાં પતરાની ઓરડીમાં રહેવા ગયાં હતાં. તેઓ 29મીની રાત્રે તેઓ જમી પરવારી ઓરડી બહાર સુતા હતા. જ્યારે તેમના પત્ની ઓરડીની અંદર સુતા હતાં. વહેલી સવારે રમેશભાઈના પત્ની એકાએક જાગી જતાં ઘરમાં બે અજાણ્યા શખસો આટાં મારતા જોવા મળ્યાં હતાં. આથી, તેઓએ રમેશભાઈને જગાડ્યાં હતાં. પરંતુ તે પહેલા બે અજાણ્યા શખસોએ બન્નેને ચુપ રહેવા ધમકી આપી હતી.
જે દરમિયાન થોડીવાર બાદ રમેશભાઈએ ચોર ચોરની બુમ પાડતા બન્ને શખસ ભાગ્યાં હતાં. જોકે, થોડે દુર રાકેશભાઈ દલપતભાઈ ડાભી પણ અન્ય બે માણસો સાથે ઝપાઝપી કરતાં જોવા મળ્યાં હતાં. જેઓ પાસે ધારીયા, પાઇપ, ડંડા હતાં. જેમાં એક શખસે કેશાભાઈને માથામાં ડંડો મારતા ગંભીર ઇજા પહોંચી હતી. આ ઝપાઝપી ની બુમો થી આસપાસના લોકો જાગી જતાં ચારેય અજાણ્યા શખસો ભાગી ગયાં હતાં. આખરે રમેશભાઈએ ઘરમાં તપાસ કરતાં સોના, ચાંદીના દાગીના, રોકડા રૂ.65000 મળી કુલ રૂ.81,500ની મત્તાની ચોરી થઇ હોવાનું જણાયું હતું. આથી, તેઓએ ચાર અજાણ્યા શખસ સામે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આદિવાસી જેવી જણાતી આ ગેંગમાં બે શખસે ચડ્ડી અને બંડી પહેરેલી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.