લગ્નજીવનમાં ડખા:પેટલાદમાં પત્નીએ પતિને તરછોડ્યો તો ઘર છોડીને સેવા પૂજા કરવા નીકળી ગયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દોઢ વર્ષથી દંપતીના લગ્નજીવનમાં ડખા ચાલી રહ્યા હોવાનું પણ તપાસમાં ખૂલ્યું

પેટલાદના મરીયમપુરા વિસ્તાર સ્થિત દેવળ પાછળ 42 વર્ષીય મયંકકુમાર ઈગ્નાસભાઈ મેકવાન રહે છે. તે વ્યવસાય કરે છે અને પરણિત છે. સંતાનમાં તેને 13 વર્ષીય પુત્રી અને 07 વર્ષીય પુત્ર છે. પત્ની આણંદની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. જોકે, છેલ્લાં દોઢેક વર્ષથી તેમની પારિવારિક જિંદગીમાં ડખા ચાલી રહ્યા હતા. જેને પગલે પરિણીતા કંટાળી ગઈ હતી. તેણી બંને સંતાનોને લઈ નડિયાદ રહેવા ચાલી ગઈ હતી.

બીજી તરફ પતિ મયંક પત્નીના વિરહમાં સુનમુન રહેતો હતો. તે અવાર-નવાર મળવા જતો હતો. દરમિયાન, દસેક દિવસ અગાઉ તેની પત્નીએ તેને તેની સાથે રહેવા માટે બોલાવ્યો હતો. પરંતુ શરૂના દિવસોમાં શાંતિથી રહ્યા બાદ પુન: તેમની વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. આખરે, પરિણીતાએ તેને ઘરમાંથી કાઢી મૂકતા તે પુન: પેટલાદ રહેવા આવી ગયો હતો.

સમગ્ર બાબતોથી વ્યથિત મયંકે જાણે ઘર છોડવાનું મન ન બનાવી લીધું હોય એમ, ગત 12મી એપ્રિલના રોજ નડિયાદ જાઉ છું તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. ઘરમાં તેની હાજરી જોવા ન મળતાં પરિવારજનો ચિંતિંત બન્યા હતા. તેમણે સગા-સંબંધી, મિત્ર વર્તુળોમાં તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહોતો. જેને પગલે આખરે આ બનાવ સંદર્ભે તેમણે પેટલાદ શહેર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી હતી.

આ ઘટનાઓ વચ્ચે અચાનક એક દિવસ બાદ જ અજાણ્યા નંબર પરથી ગુમશુદા યુવકના ભાઈ એલ્ડ્રીન પર મયંકનો ફોન આવ્યો હતો અને તે ક્રિશ્યનોની સંસ્થા પોટ્ટા સ્થિત સેવા-પૂજા કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. આમ, યુવક સહી સલામત હોવાની જાણ પરિવારજનોમાં થતાં જ તેમણે હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...