પેટલાદ શહેરના મલાવ ભાગોળમાં આવેલી ચાંદીયાવાડમાં તસ્કરોએ રોકડ અને દાગીના ભરેલી બેગની ઉઠાંતરી કરી હતી. બાદમાં તેને નજીકની સોસાયટીના ધાબા પર લઇ જઇ તોડી તેમાંથી 50 હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયાં હતાં. આ અંગે પેટલાદ શહેર પોલીસે તસ્કોર સામે ગુનો નોંધ્યો હતો.
પેટલાદ શહેરના મલાવ ભાગોળમાં ચાંદીયાવાડ માં રહેતા અને એસટી રીપેરીંગ કરતાં ઇમરાન સબરખાન પઠાણના ઘરે તસ્કરો ત્રાટક્યાં હતાં. મહત્વનું છે કે, ઇમરાન તેના પરિવાર સાથે મકાનના બીજા માળે સુતા હતા તે દરમિયાન રાત્રિના દોઢ વાગ્યા બાદ તસ્કરો બારી દ્વારા પ્રવેશ કર્યો હતો. બાદમાં બીજી રૂમમાં જઇ રૂમને અંદરથી સ્ટોપર બંધ કરી પતરાની પેટીની ચોરી કરી પાછળના ભાગેથી પતારાની પેટી ચોરી કરી લઇ ગયાં હતાં. જેમાં સોના - ચાંદીના દાગીના કિંમત રૂ.25 હજાર, રોકડ રકમ રૂ.25 હજાર મળી કુલ રૂ.50 હજારનો મુદ્દામાલ હતો. બાદમાં આ પતરાની પેટી નજીકની હિના સોસાયટીમાં બનતી નવી દુકાનના ધાબા પર લઇ ગયાં હતાં. જ્યાં તેઓએ પેટી તોડી તેમાંથી મુદ્દામાલ ચોરી કરી ભાગી ગયાં હતાં.
આ અંગે વ્હેલી સવારે ઇમરાનને જાણ થતાં તેઓ ચોંકી ગયા હતા અને તાત્કાલિક પેટલાદ શહેર પોલીસને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને તસ્કરને પગેરૂ મેળવ્યું હતું. જોકે, પોલીસને કશુ હાથમાં લાગ્યું નહતું. આખરે આ અંગે ઇમરાન પઠાણની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.