પ્રેમલગ્ન ભારે પડ્યા:પેટલાદમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાને પતિ દહેજ માટે ઢોરમાર મારતો, પૂરતું ખાવા પીવા પણ ન આપતો

આણંદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરે આવતાં નણંદ-નણંદોઇ પતિની ચઢવણી કરતાં

પેટલાદના ભાટીયેલ ગામે રહેતી પરિણીતાને પ્રેમલગ્નના ત્રણ વર્ષ બાદ પતિએ દહેજ માટે ત્રાસ આપ્યો હતો. આ અંગે પરિણીતાએ પતિ સહિત નણંદ, નણંદોઇ સામે પણ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

નવ વર્ષે સંસાર બગડ્યો
પેટલાદના ભાટીયેલ ગામમાં રહેતી યુવતીએ 13મી જુલાઇ, 2013ના રોજ પીપળાવ ખાતે રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ લગ્નના ત્રણેક વર્ષ સુધી સારી રીતે ચાલ્યાં હતાં. જેમાં એક પુત્રનો જન્મ પણ થયો હતો. જોકે, ત્રણ વર્ષ બાદ પતિનો બદલાઇ ગયો હતો. નાની નાની બાબતોમાં ઝઘડા કરવા લાગ્યો હતો અને અસહ્ય ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. તે પરિણીતાને પૂરતું ખાવા પીવા પણ આપતો નહતો.

સમજાવવા છતાં પતિ ન સુધર્યો
આ ઉપરાંત નણંદ અને નણંદોઇ અવાર નવાર ઘરે આવતાં હતાં ત્યારે પતિની દહેજ બાબતે ચઢવણી અને ઉશ્કેરણી કરતાં હતાં. આથી પરિણીતાને વારંવાર થતા ઝઘડામાં બે ત્રણ વખત પિયર પણ તગેડી મુકી હતી. જોકે, પિયરજનો સમજાવટથી કામ લઇ પરત સાસરિમાં મુકી જતાં હતાં. આમ છતાં પતિના વાણી, વર્તનમાં કોઇ ફેર પડતો નહતો. અવાર નવાર ગમે તે વાતનું બહાનું કાઢી બોલાચાલી કરી ઝઘડો કરતાં હતાં. આખરે કંટાળી 2020ના રોજ પરિણીતા પિયર આવી ગઇ હતી.. જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર નણંદના ઘરે મુકી આવ્યાં હતાં. જેને મળવા દેતાં નહતાં.
આખરે આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે સાસરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...