• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Petlad, The Husband Accused The Wife Of Her Character, Beat Her Up And Tortured Her, Threatened To Kill Her If She Left.

શંકાએ સંસાર બગાડ્યો:પેટલાદમાં પતિએ પરિણીતાના ચારિત્ર્ય ઉપર આક્ષેપ કરી મારઝૂડ કરી ત્રાસ આપ્યો, પત્ની પિયર ગઈ તો મારી નાખવાની ધમકી આપી

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેટલાદમાં રહેતી યુવતીએ દસ વર્ષ પહેલા નગરના જ યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. જોકે, આ લગ્ન જીવનમાં થોડા સમયથી ખટરાગ ઉભો થયો હતો અને પતિ વારંવાર તેના ચારિત્ર્ય પર શંકા કરી મારઝુડ કરતો હતો. તેમાં થોડા દિવસ પહેલા તેણે યુવતીને મારમારી પહેરેલ કપડે ઘરેથી કાઢી મુકી હતી. આ અંગે પેટલાદ પોલીસે પતિ સામે ગુનો નોંધ્યો હતો.

પેટલાદ શહેરની યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓએ 16મી જાન્યુઆરી,13ના રોજ પેટલાદના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ લગ્નજીવનમાં તેમને એક દીકરીનો જન્મ પણ થયો હતો. જોકે, લગ્ન બાદ એકાદ વર્ષ સારી રીતે રાખ્યા બાદ પતિનો સ્વભાવ બદલાઇ ગયો હતો. તે અવાર નવાર બોલાચાલી કરતો હતો અને ઝઘડા કરવા લાગ્યો હતો. આ ઉપરાંત પરિણીતાના ચારિત્ર્ય પર વહેમ રાખતો હતો. જોકે, પરિણીતાને ઘરસંસાર તુટે નહીં તે માટે ત્રાસ સહન કરતાં હતાં. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી ચારિત્ર્યને લઇ ધીરજ ગમે તેમ બોલવા લાગ્યો હતો. આ ઉપરાંત ગડદાપાટુનો માર પણ મારવા લાગ્યો હતો. આથી, કંટાળી તેઓ દીકરી સાથે પિયર આવતા રહ્યાં હતાં. દરમિયાનમાં પતિ રસ્તામાં મળી જતાં તેણે પરિણીતાને રોક્યાં હતાં અને તું કેમ મારા ઘરે નથી આવતી, તેમ કહી ઝઘડો કરી અપશબ્દ બોલી મારી નાંખવાની ધમકી આપી હતી. પતિની ધમકીથી ડરી ગયેલી પરિણીતાએ પેટલાદ પોલીસ મથકે આ અંગે ફરિયાદ આપતા પોલીસે પોલીસે ધી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...