વિધાનસભા સંગ્રામ 2022:પેટલાદમાં બેની લડાઈમાં ત્રીજો ફાવ્યો:ત્રણ બેઠક પર ઉમેદવાર રિપિટ, ત્રણ નવા ચહેરાને તક અપાઇ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ સમયના 20 કલાક પહેલા કોંગ્રેસે ચરોતરની 6 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા
  • ચરોતરની​​​​​​​ 13 બેઠક પર કોંગ્રેસમાંથી 5 પાટીદાર અને 8 ક્ષત્રિય સહિત OBC ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા એકપણ મહિલાને ટિકિટ ન આપી

આણંદ-ખેડા જિલ્લો કોંગ્રેસનો ગઢ હોવા છતાં આ વખતે 6 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસને ગડમથલ કરવી પડી હતી. આજે જાહેર કરાયેલા ઉમેદવારોમાં ખેડા જિલ્લાની ચાર બેઠકોમાં ત્રણ ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે માતર બેઠક પર નવા ઉમેદવારને મેદાનમાં ઉતારીને કોંગ્રેસે જોખમ ખેડ્યું છે.

જ્યારે આણંદ જિલ્લાની બે બેઠક પર કોંગ્રેસને નવા ઉમેદવાર મેદાનમાં ઉતારવા પડ્યાં છે. પેટલાદ બેઠક પર છેલ્લી છ ટર્મથી ચૂંટણી લડી રહેલાં નિરંજનભાઈ પટેલની જગ્યાએ વર્ષોથી કોંગ્રેસ સાથે રહેલા ડૉ. બાબુભાઈ પરમારના પુત્રને ટિકિટ આપી છે. જ્યારે ખંભાત બેઠક પર ભાજપ છોડીને આવેલા પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારી બેઠક હાંસલ કરવાનો પ્રયાસ કર્યો છે.

ટિકિટ કપાતા નિરંજન પટેલનું મોડી રાત્રે કોંગ્રેસમાંથી રાજીનામું
પેટલાદ વિધાનસભા બેઠક પર ભરતસિંહ સોલંકીએ દાવેદારી નોંધાવતા છ ટર્મથી ચૂંટાતા નિરંજન પટેલ નારાજ થતા અને ભાજપમાં જોડાવવા માટેને પ્રયાસો કર્યા હતા. જેની જાણ પ્રદેશ કક્ષાએ થઈ જતાં નિરંજન પટેલની ટિકિટ કાપીને નવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે જેથી નિરંજન પટેલ નારાજ થઈ ગયા છે. મોડી રાત્રે તેમને રાજીનામુ પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યુ હતુ. તેઓ અન્ય પક્ષમાં જોડાવવાની તૈયારી કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

પેટલાદ - પરિવારનું રાજકીય બેકગ્રાઉન્ડ કામ લાગ્યું, જૂથવાદનો સડો દૂર કરવા તબીબને ટિકિટ
ડૉ. પ્રકાશ પરમાર
વ્યવસાય : તબીબ
2017નું પરિણામ કોંગ્રેસના ઉમેદવાર નિરંજ પટેલ ભાજપના ઉમેદવાર સામે 10644 મતથી જીત્યા હતા

પસંદગીનું કારણ શું - ડૉ. પ્રકાશ પરમારનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે છે. તેમના પિતા ડૉ. બુધાભાઈ પરમાર માજી તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યાં છે. તેમની માતા કોકિલાબેન જિલ્લા પંચાયતમાં સભ્ય રહી ચૂક્યાં છે. તેઓ છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસના કાર્યકર તરીકે સેવા આપી રહ્યાં છે. પેટલાદ બેઠક પર ભરતસિંહ સોલંકી અને નિરંજન પટેલ વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. તેનો લાભ ડૉ. પ્રકાશ પરમારને મળ્યો છે. ક્ષત્રિય સહિત અન્ય સમાજમાં પણ સારી પકડ ધરાવે છે.

ખંભાત - પાટીદાર ચહેરાને પ્રાધાન્ય, 3 વર્ષ અગાઉ ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલાને તક અપાઇ
ચિરાગ પટેલ
વ્યવસાય: કોન્ટ્રાક્ટર
​​​​​​​2017નું પરિણામ કોંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવાર સામે 2731 મતથી હારી ગયા હતા

​​​​​​​પસંદગીનું કારણ શું - આણંદ જિલ્લામાં બે પાટીદાર અને પાંચ ક્ષત્રિયનું ગણિત જાળવવા માટે કોંગ્રેસે ખંભાતમાં ચિરાગ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ ત્રણ વર્ષ અગાઉ ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા. વાસણા ગ્રામ પંચાયતમાં છેલ્લી ત્રણ ટર્મથી સરપંચ છે. ખંભાતના ગ્રામ્ય વિસ્તારમાં સામાજિક કાર્યકર તરીકે જાણીતા છે. આ ઉપરાંત કિસાન સંઘના મહામંત્રી પદે રહી ચૂક્યાં છે. જેથી ખેડૂતોમાં પણ સારી એવી પકડ ધરાવે છે.

માતર - જ્ઞાતિવાદ કોરણે મૂકીને ગત ટર્મમાં પાતળી સરસાઈથી હારેલા ઉમેદવારને વધુ એક ચાન્સ સંજયભાઈ પટેલ
વ્યવસાય : વેપાર-ખેતી
2017નું પરિણામ કોંગ્રેસના સંજય પટેલ ભાજપના ઉમેદવાર સામે 2250 મતથી હાર્યા હતાપસંદગીનું કારણ શું ઃ ગત ટર્મમાં સંજય પટેલની ભાજપના ઉમેદવાર સામે 2250 મતથી હાર થઈ હતી. તેઓ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય છે, તેમજ પક્ષના વફાદાર સાથી તરીકે પોતાની ઈમેજ બનાવી છે. 2017માં પણ ભાજપના ક્ષત્રિય કાર્ડ સામે પટેલ ઉમેદવાર હોવા છતાં સારી ફાઈટ આપી હોય આ વખતે ફરી એકવાર તેમને ચાન્સ આપવામાં આવ્યો છે. આ બેઠક પર જ્ઞાતિના સમીકરણને કોરણે મૂકી પાટીદારને તક અપાઇ છે.

મહેમદાવાદ - પૂર્વ ધારાસભ્યના પક્ષ પલટાથી દાઝેલા પક્ષે પાયાના કાર્યકરની પસંદગી કરી
જુવાનસિંહ ગડાભાઈ
વ્યવસાય : ખેતી
2017નું પરિણામ મહેમદાવાદ બેઠક પર ગત ટર્મમાં ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર 20 હજાર મતે હાર્યા હતા

​​​​​​​પસંદગીનું કારણ શું - આ બેઠકના 2012 ના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ તાજેતરમાં પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ ગયા હતા. જેથી કોંગ્રેસ માટે પ્રબળ ઉમેદવાર શોધવો જરૂરી બન્યું હતું. જુવાનસિહ જિલ્લા પંચાયત સભ્ય હોવા ઉપરાંત મહેમદાવાદ એપીએમસીમાં ડિરેક્ટર પણ છે. તેમજ કોંગ્રેસના પાયાના કાર્યકર હોવાને કારણે પક્ષે કદર કરી હોવાનું કહેવાય છે. ગત ટર્મમાં અહી ભાજપના ઉમેદવાર 20 હજાર મતોથી જીત્યા હતા.

ઠાસરા - ભાજપમાંથી કોંગ્રેસમાં આવી જીત્યા બાદ પક્ષને વફાદાર રહ્યા હોવાથી રિપિટ કરાયા
કાંતિભાઈ પરમાર
વ્યવસાય : ખેતી
2017નું પરિણામ ઠાસરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર 7028 મતે વિજેતા બન્યા હતા

​​​​​​​પસંદગીનું કારણ શું - ગત ટર્મમાં ટિકિટ ન મળતાં ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા કાંતિભાઈ પરમાર ગત ટર્મના ધારાસભ્ય છે. જેઓ 7028 મતો થી હરિફ ઉમેદવાર ભાજપના રામસિંહ પરમાર સામે જીત્યા હતા. ઠાસરા બેઠક આમ તો કોંગ્રેસની પરંપરાગત બેઠક છે. પરંતુ કાંતિભાઈ પક્ષના વિશ્વાસુ ધારાસભ્ય, ભાજપના અનેક પ્રયાસો છતાં ભાજપમાં ન જઈને પક્ષ સાથે વફાદાર રહ્યા હોઈ પક્ષે ફરીવાર તેઓને ચૂંટણી જંગમાં તક આપી છે.

કપડવંજ - સામા પવનમાં જંગી સરસાઇ જાળવી હોવાથી ઉમેદવાર બદલવાનું જોખમ ન લીધું
કાળુભાઈ ડાભી
વ્યવસાય : ખેડૂત
2017નું પરિણામ કોંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવાર સામે 27226 મતે વિજેતા બન્યા હતાપસંદગીનું કારણ શું ઃ તેઓ ગત ટર્મના ચાલુ ધારાસભ્ય છે. ઉપરાંત ગત ચૂંટણીમાં ભાજપના પ્રભાવ સામે 27 હજાર મતોની જંગી લીડથી જીત્યા હતા. જેના કારણે તેઓને ફરીથી રિપિટ કરવામાં આવ્યા છે. કપડવંજ બેઠક પર ભાજપ દ્વારા એક સમયના જિલ્લા કોંગ્રેસ પ્રમુખને જ ટિકિટ આપી હોવાથી આ બેઠક પર અનુભવી ઉમેદવાર બદલવાથી પરિણામ પર અસર કરી શકે તેમ હોઈ કોંગ્રેસે જોખમ લેવાનું ટાળ્યુ છે. તેઓ કઠલાલ તાલુકા પ્રમુખ પણ રહી ચૂકયા છે. ​​​​

અન્ય સમાચારો પણ છે...