તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પેટલાદ તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં હારી ગયેલા દંતેલી ઉમેદવારે મારામારી કરતા પોલીસ ફરિયાદ નોધાઈ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષથી સુર્યકાન્ત પટેલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં હારી ગયા હતા

દંતેલી ગામે આઝાદ ચોકમાં રહેતા કેયુર પટેલ ગત રાત્રીના 10:30 વાગ્યાના આસપાસ જમીને વોકિંગ ઉપર નીકળ્યા હતા. જ્યાંથી પરત આવી પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. તે સમયે ફળિયામાં રહેતા અને પેટલાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષેથી ઉમેદવાર થયેલ સુર્યકાન્ત પટેલે તાલુકા પંચાયતની ચૂંટણીમાં હારી ગયા હોઇ તે હારની દાઝ રાખીને કેયુરના ઘર પાસે આવી સુર્યકાન્ત પટેલ સહિત ચાર જણાએ કેયુરને મુક્કાઓ મારી ઈજાઓ કરી હતી.

બુમાબુમ થતા કેયુરના મોટી બા મંજુલા અને ભાઈ હિતેશ વચ્ચે છોડાવવા પડ્યા હતા

ઘર બહાર જ ઝપાઝપી અને મારા મારી થતી હોઈ બુમાબુમ થતા કેયુરના મોટી બા મંજુલા અને ભાઈ હિતેશ વચ્ચે છોડાવવા પડ્યા હતા. મારામારીના ઝનૂને સવાર સૂર્યકાન્ત પટેલ અને શખ્સોએ ભેગા થઈ બાને હાથે ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી બા પડી ગયા હતા અને આ તત્વોએ ઝનૂન પૂર્વક ભાઈ હિતેશને કાન ઉપર મુક્કો માર્યો તેમજ માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આ ઝગડાએ મોટુ સ્વરૂપ લઈ લેતા આજુબાજુના પડોશી અને મિત્રો ભેગા થઈ જતા મામલો શાંત કર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકીથી ડરી ગયેલ કુટુંબનું અન્ય જોખમ ન લઈને કેયુર પટેલે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે સુર્યકાન્ત પટેલ, શાંતિ પટેલ, ચંદ્રકાન્ત પટેલ, વિશાલ પટેલ સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...