ચોરી:પેટલાદમાં તસ્કરો ટેમ્પા સહિત 5.67 લાખનો માલ-સામાન ઉઠાવી ગયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીઆઈડીસીની દુકાનમાંથી સામાન ચોરી કરી કમ્પાઉન્ડમાં પડેલા ટેમ્પામાં ભરી ચોરી કરી ગયાં

પેટલાદ જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં ત્રાટકેલા તસ્કરોએ અંદર પાર્ક કરેલો ટેમ્પો ચોરી કરી નાસી ગયાં હતાં. આ ટેમ્પામાં પોણા લાખનો સેનેટરી સામાન પણ ભરેલો હતો. અચાનક થયેલી આ ચોરીથી દોડધામ મચી ગઈ હતી. આ અંગે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો.

આણંદમાં તસ્કરો પોલીસને પડકાર આપી રહ્યા છે.પેટલાદ જીઆઈડીસીમાં આવેલી વિકાસ પાઇપ લાઇનમાં 19મીની રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ ઝાંપાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી અંદર મુકેલો લોડીંગ ટેમ્પો જીજે 23 એટી 6098નો તથા લોખંડના દરવાજાનું તાળું તોડી દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી સેનેટરી સામાન કિંમત રૂ.67,500 તથા ટેમ્પાની કિંમત રૂ.5 લાખ મળી કુલ રૂ.5.67 લાખની મત્તા ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે પેટલાદ શહેર પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...