નગરજનોમાં ભારે રોષ:પેટલાદમાં ઘર દીઠ રોજના રૂ. 1 દિવાબત્તી વેરો ઝીંકાતાં રોષ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે ચીફ ઓફિસરને રજૂઆત કરી

પેટલાદ નગરપાલિકા દ્વારા ચાલુવર્ષે 2022-23માં નગરજનો માથે દિવાબતી વેરો ઘર દીઠ દૈનિક રૂા 1 વેરો ઝીંકવામાં આવતાં નગરજનોમાં ભારે રોષજોવા મળી રહ્યાં છે. આ અંગે પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરીને દિવાબત્તી વેરો ઘટાડવાની માંગ કરી છે. પેટલાદ નગરપાલિકા દ્વારા ચાલુવર્ષે વિવિધ વેરામાં વધારો કર્યો હતો.તેમાં પણ ઘર દીઠ રોજના 1 રૂપિયા દિવાબત્તી વેરો ઝીંકવવામાં આવ્યો છે. જે આજની કારમી મોંઘવારીમાં કોઇ પોષાય તેમ નથી.

ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને હાલમાં માંડ માંડ ઘર ચલાવતા હોય છે.ત્યારે અસહ્ય દિવાબત્તી વેરો કયાંથી ભરી શકે તે પ્રશ્ન થઇ પડયો છે.શહેરના કેટલાંક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો વારંવાર બંધ રહે છે.તેથી નગરજનો હાલાકીઓ પડે છે. અસહ્ય દિવાબત્તી વેરા સામે પેટલાદ એમ્બર ઓફ ઓમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિરોધ નોંધાવ્યો છે. જે અંગે પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરીને દિવાબત્તી વેરો ઘટાડવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...