પીડિતા પોલીસના શરણે:પેટલાદમાં પતિ સહિત સાસરીયાંએ ચારિત્ર્ય પર શંકા કરી પરિણીતાને ત્રાસ આપ્યો, દહેજ માટે મારઝૂડ કરતાં ફરિયાદ

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન જીવનના દોઢ વર્ષ દરમિયાન દહેજ માટે મારઝૂડ કરી ત્રાસ આપ્યો

પેટલાદના ખારાકુવા વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે પતિ સહિત સાસરીયાંએ ચારિત્ર્ય પર શંકા કરી દહેજ માટે ત્રાસ આપી મારઝુડ કરી હતી. આ અંગે પરિણીતાએ છ સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પેટલાદના દેવકુવા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન 9મી, નવેમ્બર 2020ના રોજ પેટલાદના ખારાકૂવા રહેતા રિફાકત મહેબુબબેગ મીરઝા સાથે થયા હતાં. તેઓ લગ્ન બાદ સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. આ લગ્ન જીવનમાં એક પુત્રનો જન્મ પણ થયો હતો. જો કે, લગ્નના થોડા સમય બાદ પતિ રફાકત મીરજા અને સાસુ મુમતાજ, ચાર નણંદની ચઢવણીથી ઝઘડા શરૂ થઇ ગયાં હતાં. સાસરિયા વારંવાર, તું તારા બાપના ઘરેથી દહેજમાં કંઇ લાવી નથી તેમ કહી મારઝુડ કરતાં હતાં.

પતિ પણ અવાર નવાર ચારિત્ર્ય ઉપર શક કરીને પરિણીતાને પહેરેલા કપડે કાઢી મુક્યાં હતાં. દરમિયાનમાં ગઇકાલે સોમવારના રોજ પરિણીતા બજારમાં હતાં તે સમયે તેમનો પતિ રિફાકત મળ્યો હતો અને તું રખડતી કેમ ફરે છે? તેમ કહી ઝઘડો કરી મારઝુડ કરી હતી. આ અંગે પરિણીતાની ફરિયાદના આધારે પેટલાદ પોલીસે રીફાકત મીરજા, મુમતાજ મીરજા, રઇશા મીરજા, આસીયાના મીરજા, ફુરકાના મીરજા, માહેરા મીરજા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...