તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવલેણ ઇજા:પેટલાદના સંજાયા ગામે માત્ર દસ રૂપિયાની માંગ ન સંતોષતાં ઉશ્કેરાયેલા શખ્સે એક વ્યક્તિને છુટ્ટી ઇટ મારી દીધી

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત વ્યક્તિને મહેળાવથી કરમસદ હોસ્પિટલમાં અને ત્યારબાદ નડિયાદ સિવિલમાં રીફર કરાયા

પેટલાદના સંજાયામાં વિચિત્ર ઘટના બની છે. એક વ્યક્તિએ 10 રૂપિયાની માંગણી કરતા તે ન સંતોષતા ઉશ્કેરાયેઇને પૈસા ન અપનારના માથામાં ઈંટથી ગંભીર અને જીવલેણ ઇજા પહોંચાડી છે. આ બાબતે મહેળાવ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પેટલાદ તાલુકાના સંજાયા ગામે દુધની ડેરી પાસે નવઘણ લક્ષ્મણભાઈ ચુનારા તેના સબંધી ચીમન ચુનારા સાથે પસાર થઈ રહ્યા હતા. ત્યારે ચિરાગ રામસિંહ પરમારે 10 રુપિયાની માંગણી કરી હતી. જે બાબતે ચીમન ચુનારાએ આપવાની ના પાડી હતી અને તું શેના પૈસા માંગે છે? તેવો વળતો સવાલ પૂછતાં ચિરાગ પરમાર ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેમ ગાળો બોલી નજીક પડેલી ઈંટ લઈ આવી છુટ્ટી ઇટ ચીમન ચુનારાને તાકી ને મારતા તેઓને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

માથામાં ગંભીર ઈજાઓ થતા ચીમન ચુનારાના માથામાંથી ખૂબ લોહી વહેવા માંડ્યું હતું. જેથી મહેળાવ સરકારી દવાખાને લઈ ગયા ત્યારબાદ કરમસદ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યાંથી હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. આ અંગે નવઘણ ચુનારાએ મહેળાવ પોલીસ મથકે ચિરાગ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...