પ્રાથમિક શાળાઓ અભ્યાસ કરતાં બાળકોને અંગ્રેજી વિષય જ્ઞાન મળતું ન હોવાથી ધો8 પ્રવેશ ત્યારે બાળકોને લોવર લેવલના અંગ્રેજીમાં ઘણી મુશ્કેલીઓ પડે છે. જેના કારણે તેની ભાવિ ઉજવળ કારર્કિદી સામે અનેક પ્રશ્નો ઉઠે છે.તેને ધ્યાને લઇને ગતવર્ષે રાજય સરકારે ધો 1 થી 3 અંગ્રેજી વિષય અભ્યાસ કરાવાશે તેવી જાહેરાત કરી હતી. તેના અનુસંધાનમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નવી ટર્મથી ધો 1 થી 3 અંગ્રેજી વિષય ફરજીયાત દરકે માધ્યમ શાળાઓ કર્યો છે.
જેથી નવા સત્રથી આણંદ જિલ્લાની 1350 જેટલી સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ ધો 1 થી 3 માં અભ્યાસ કરતાં 84 હજાર બાળકોને તેનો લાભ મળશેધો 1 થી 3 અંગ્રેજી વિષય અભ્યાસ કરવા માટે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે જેમાં ધો-3માં પાઠય પુસ્તક દ્વારા શિક્ષણ અપાશે.જયારે ધો-1 અને ધો-2માં ચિત્ર અને શબ્દ દ્વારા અંગ્રેજી વિષય ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. કારણ કે કે નાનું બાળક સાત આઠ વર્ષ સુધી ગ્રાસ્પિંગ કરી શકતું હોય છે. શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવાની છે, કારણ કે તેઓ બીએ, બીએડ શિક્ષકો છે.
જેઓ 6 ધોરણ સુધી સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવી શકે એવી રીતે અમે અંગ્રેજી પણ શીખવવાના છીએ. ત્રણ ધોરણ પછી તેનાં પુસ્તકો અને 6 ધોરણ પછી તે વિષયના શિક્ષકો છે, તેનું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાતી આપણી માતૃ ભાષા છે એને પણ વળગી રહે અને સમાજમાં કટિબદ્ધતા સાથે બાળક ઊભું રહે એ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
શૈક્ષણિક સત્ર જૂન 2022થી ધોરણ 1માં અંગ્રેજીને એક વિષય તરીકે દાખલ કરવામાં આવ્યો છે, જે જૂન 2023માં ધોરણ-2 સુધી આગળ વધશે. હાલમાં આણંદ જિલ્લાની 1350 જેટલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં 84 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે. જ્યારે ખેડા જિલ્લાની 1500થી વધુ શાળામાં અભ્યાસ કરતાં 1.05 લાખ બાળકોને અંગ્રેજી શિક્ષણનો લાભ ધો. 1થી મળશે. જેથી હવે ખાનગી સ્કૂલોનું આકર્ષણ ઘટશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.