તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:આણંદમાં એક માસમાં તંત્રે 28 જેટલા બાળલગ્ન અટકાવ્યા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીમોએ મોંયરામાં જ લગ્ન અટકાવી મંડપ ખોલાવ્યા હતાં

આણંદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ એકશનમાં આવીને 28 જેટલા બાળલગ્ન અટકાવ્યા હતા. આણંદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના સૂત્રોએ જણાવેલ કે કોરોના કાળ દરમિયાન ચાલુ વર્ષે એપ્રિલ માસની તારીખ 30 થી 21 મે સુધીમાં 28 જેટલા બાળલગ્ન અટકાવ્યા હતા.

જેમાં સૌ પ્રથમ બેડવા ગામની સીમ વિસ્તારમાં બાળલગ્ન પ્રસંગ હતો જેમાં રામનગરની જાન આવવા હતી લગ્ન વિધિ જોડાનાર કન્યા સગીર વય હોવાની માહિતી બાળલગ્ન પ્રતિબંધ આણંદ કચેરીને મળી હતી.જેથી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી એસ.એમ.વોરાએ ટીમો બનાવીને બેડવા અને રામનગર ગામમાં પહોંચી ગઇ હતી. જેમાં સ્થળ તપાસ કરવામાં આવતાં કન્યાની ઉંમર 16 વર્ષ અને 8 માસની હતી તથા યુવકની ઉંમર 21 વર્ષની હતી. કન્યાના સગીરવયની હોવાથી બંનેના માતપિતાને સમજાવીને બાળલગ્ન અટકાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...