તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમજાવટથી સમાધાન:નવાબી નગર ખંભાતમાં બે આખલા જંગે ચઢ્યા, ગાય વચ્ચે પડતાં બંને છુટા પડ્યા

આણંદ22 દિવસ પહેલા
  • ગાય વચ્ચે પડતાં જાણે સમજાવટથી સમાધાન થયું હોય તેમ બંને આખલાએ પોતાનો રસ્તો પકડ્યો
  • ખંભાતના લાલ દારવાજા સર્કલ પાસે બે અખલાની લડાઈથી વાતાવરણમાં હાસ્ય રેલાયું

ખંભાતમાં રખડતા પશુંઓનો ત્રાસ વધ્યો છે. નગરના મુખ્ય માર્ગો ઉપર સવાર સાંજ પડયા પાથર્યા રહેતા અને ફરતા પશુઓ જીવલેણ સાબિત થઈ શકે છે. અગાઉ પણ કેટલાક બનાવોમાં રાહદારીઓને ગંભીર ઈજાઓ થઈ હોવાના બનાવો છતાં નગરપાલિકા આ બાબતે ગંભીર જણાતી નથી. ગઈકાલે સમી સાંજે ખંભાતના લાલ દારવાજા સર્કલ પાસે બે અખલાની લડાઈએ રાહદારીઓ અને વાહનચાલકોને ભયભીત કરી દીધા હતા. વળી આ કારણે અહીં નાસભાગ મચતા પસાર થતા લોકો બે ઘડી થંભી ગયા હતા. રખડતા પશુઓના ત્રાસ નિવારવા નગરપાલિકા તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગ ઉભી થઇ છે.

નવાબી નગર ખંભાત નગરમાં રખડતા પશુઓનો સંખ્યા પ્રતિદિન વધી રહી છે. કેટલાક પશુપાલકો ગૌ વંશને રખડતા મૂકી દે છે. આ પશુઓ રાહદારી નાગરિકોને વાહન ચાલકો માટે ઘણીવાર આફતરૂપ બની રહે છે. નાગરિકો દ્વારા વારંવાર પાલિકા સભ્યોને રજૂઆત છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જે કારણે નાગરિકોમાં વ્યાપક રોષ ઉભો થયો છે.

ખંભાતના પ્રવેશ દ્વાર સમાં અને મુખ્ય બજાર ગણાતા લાલદરવાજા સર્કલ પાસે ભરચક વિસ્તારમાં ગઈકાલે સાંજે બે આખલા જંગે ચઢતા રાહદારી વાહન ચાલકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. લગભગ 15 મિનિટ સુધી આ યુધ્ધ ચાલ્યું હતું. જે બાદ એક ગાય વચ્ચે પડતા તે પણ અડફેટે ચઢી હતી. જોકે, ગાય વચ્ચે પડયા બાદ જાણે સમજાવટ અને સમાધાન થયું હોય તેમ બન્ને આખલાએ પોતપોતાનો રસ્તે વળ્યાં હતા. જે બાબતને લઈ આ તંગ વાતાવરણમાં હાસ્ય રેલાયું હતું.

મહત્વનું છે કે, આ દરમિયાન રાહદારીઓ અને વાહનવ્યવહાર ડરના માર્યા થંભી ગયા હતા. જે બાદ શિફત પૂર્વક આખલાની લડાઈની વિરૂધ્ધ દિશામાં જઈ પોતાના માર્ગે નીકળી ગયા હતા. અવારનવાર ઉભી થતી આ પરિસ્થિતિને નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે. જોકે, નગરપાલિકા વોટબેંક રાજનીતિને લઈ આ પરત્વે કોઈ નક્કર અને દંડનાત્મક કાર્યવાહી ન કરતી હોવાનો સુર નાગરિકો સમાજમાં વ્યાપક બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...