તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • In Navali Village, There Was A Quarrel Over Grazing Cattle, Threats Were Made, The Police Registered A Crime And Conducted An Investigation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:નાવલી ગામે પશુ ચરાવવા બાબતે ઝઘડો, ધમકી આપી, પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદના નાવલી ગામે ખેતરમાં પશુઓ ચરાવી ભેલાણ કરી ખેતર માલિકને લાકડીથી નાક પર ઈજા કરી ગડદાપાટુનો માર મારી ધમકી આપ્યાની ફરિયાદ આણંદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ છે. નાવલી ગામે પ્રવીણભાઈ પટેલ રહે છે અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. રવિવારે બપોરે પ્રવીણભાઈ પોતાના ખેતરમાં આંટો મારવા ગયા હતા. તે દરમિયાન અંધારીયા ચકલા ગુરુકુળની બાજુમાં રહેતા લાલાભાઇ ભરવાડ, વાલાભાઈ ભરવાડ અને સાજનભાઈ ભરવાડ ખેતરમાં કરેલ ફલાવર અને કોબીઝના પાકમાં પોતાના પશુઓ ચરાવી ભેલાણ કરતા હતા.

જે બાબતે પ્રવિણભાઈએ ઠપકો આપતા ત્રણેય જણાએ ઉશ્કેરાઈ જઈ પ્રવીણભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે પ્રવીણભાઈ પટેલે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોધાવતાં પોલીસ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો