કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે વર્ષથી પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષા લેવાઇ નહતી. બે વર્ષ બાદ શાળાઓમાં વાર્ષિક પરીભા લેવાનાર છે. પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાના જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર આજથી વાર્ષિક પરીક્ષાઓ સમાન પ્રશ્નપત્રોથી યોજવામાં આવશે રાજ્યની આ કસોટી 18 એપ્રિલથી શરૂ થશે અને 28 એપ્રિલના રોજ પૂર્ણ થશે. જિલ્લાની સરકારી ઉપરાંત ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોએ પણ મહત્વના વિષયોની સમાન પ્રશ્નપત્રોના આધારે પરીક્ષા લેવાની રહેશે. જ્યારે બાકીના વિષયોની પરીક્ષા સ્કૂલો પોતાની રીતે પેપર કાઢવાની છુટ અપાઈ છે.
આણંદ -ખેડા જિલ્લાના સાડા ત્રણ ઉપરાંત બાળકો પરીક્ષા આપશે ગુજરાતી પ્રથમ ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયની સમાન કસોટીઓ અમલી કરવાની રહેશે. જ્યારે બાકીના વિષયોની કસોટી ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક સ્કૂલો પોતાની રીતે સ્વૈચ્છિક લઈ શકશે. જ્યારે સરકારી પ્રાથમિક સ્કૂલોમાં તમામ શૈક્ષણિક વિષયોની સમાન કસોટીનો અમલ કરવાનો રહેશે.
જે શાળામાં પાળી પધ્ધતિ અમલમાં હોય તે શાળાઓએ તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા નક્કી કરેલા સમય પત્રક મુજબ જ લેવાની રહેશે.ધો 3 થી 8ના બાળકોનું પરિણામ 200 ગુણના આધારે નહી પણ 160ના આધારે તૈયાર થશે કારણ કે કોરોના સંક્રમણને કારણે પ્રથમ કસોટી લઈ શકાઈ નહોતી ધો 3 થી5 માં 40 ગુણનું પેપર અને2 કલાકનો સમય રહેશે જ્યારે ધો 6 થી 8 માં 80 ગુણ નું પેપર અને 3કલાકનો સમય અપાશે તમામ ધોરણની પરીક્ષા સવારે 8 કલાકેથી શરૂ થશે ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે.
જ્યારે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં પેનથી પ્રશ્નપત્રોના જવાબો લખવાના રહેશે. શાળાઓની પ્રાથમિક પરીક્ષાના વાર્ષિક કાર્યક્રમને લઈને જીસીઈઆરટી દ્વારા તમામ પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરી સુચનાઓ આપી હોવાનું જાણવા મળે છે. પરીક્ષામાં સરકાર દ્વારા કોવિડ માટે બહાર પાડેલી માર્ગદર્શિકાનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.