ઠગાઇ:મોગરીમાં નિર્વંશ દંપતીને પુત્ર કહેડાવી રોકડ અને મોપેડની છેતરપિંડી કરી શખસ પરિવાર સાથે ફરાર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદ્યાનગર પોલીસ સ્ટેશને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ફરિયાદ ન લેવામાં આવી હોવાનો આક્ષેપ

આણંદ પાસેના મોગરી ગામમાં મહેન્દ્રભાઈ પટેલ પત્ની કોકિલાબેન સાથે રહે છે. છ માસ અગાઉ મોગરીની રામેશ્વરમ સોસાયટીમાં રહેતા રાકેશ કિરીટ સુથાર સાથે ગામના મંદિરમાં મહેન્દ્રભાઈનો પરિચય થયો હતો. એ પછી ધીમે-ધીમે કિરીટ સુથાર તેની પત્ની ગીતા અને પુત્રી ચાર્મી (ઉર્વશી) સાથે તેમના ઘરે આવતો હતો. તેમનો વિશ્વાસ કેળવી અને દંપતીને સંતાનમાં બાળક ન હોય તે તેમને પોતાના મા-બાપ કહેવડાવતો હતો. એ પછી તેણે તેમની પાસેથી ઈનામી ડ્રોના પૈસા, દંપતીના ભત્રીજાને નોકરી અપાવવાના બહાને કરીને રૂપિયા ચાર લાખ પડાવી લીધા હતા.

આ ઉપરાંત, તેમની પાસેનું મોપેડ રીપેર કરવા આપવાના બહાને ચિખોદરામાં આવેલા ગેરેજમાં મોપેડ મૂકાવ્યું હતું. દંપતીને હરદ્વાર લઈ જવાનો પણ વિશ્વાસ અપાવ્યો હતો. આમ, અલગ-અલગ વાતો કહીને વિશ્વાસ કેળવી રોકડ રકમ અને મોપેડ લઈ શખસ ક્યાંય ફરાર થઈ ગયો હતો. બીજી તરફ દંપતી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં તે જ્યાં રહેતો હતો તે ઘરને તાળું મારી દેવામાં આવ્યું હતું તેમજ તેનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો.આ અંગે વાત કરતાં કોકિલાબેને આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, એ પછી હુ અવાર-નવાર જીઆઈડીસી ચોકી ખાતે અને વિદ્યાનગર પોલીસ સ્ટેશને ગઈ હતી. પરંતુ પોલીસ દ્વારા મારી કોઈ ફરિયાદ લેવામાં આવી નહોતી કે તપાસ કરાઈ નહોતી.

તપાસમાં અન્ય બેથી ત્રણ વ્યક્તિ સાથે પણ છેતરપિંડી કરી હોવાનું ખૂલ્યું
કોકિલાબેન અને તેમના પતિ મહેન્દ્રભાઈએ સમગ્ર બાબતે જણાવ્યું હતું કે, શખસની ભાળ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો એ પછી તેણે અમારા સહિત વિસ્તારમાં અન્ય કેટલાંય લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું ખૂલ્યું હતું. હંમેશા તે હરદ્વાર જતો રહેવાનો હોવાનું જણાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...