તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:લોટીયા ભાગોળમાં ઓવરટેક બાબતે મોપેડ ચાલકને માર માર્યો, 5 ને ઈજા

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે અજાણ્યા 7 સામે ગુનો નોંધી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી

આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં હાડગુડના લઘુમતિ કોમના યુવક અને તેના છ મિત્રોને અજાણ્યા છ જેટલાં શખ્સોએ ઓવરટેક કરવા બાબતે હુમલો કરતાં સમગ્ર મામલો આણંદ શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

આણંદ પાસેના હાડગુડ ગામ સ્થિત સવા બે ફળિયામાં શહેજાદઅલી સૈયદ રહે છે. રવિવારે રાત્રિના શબ્બેબારાતનો તહેવાર હોય તેઓ તેમજ તેમના અન્ય મિત્રો ઝુબેરઅલી સૈયદ, ખેજાનઅલી સૈયદ તથા લાલુ સૈયદ, સમીરઅલી સૈયદ, શહદ સૈયદ, રઉફ સૈયદ બાઈક મોપેડ લઈને આણંદ દ્વારકાધીશ હોટલમાં ચા પીવા માટે ગયા હતા. દરમિયાન ચ્હા પીને તેઓ પરત તેમના ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન, લોટીયા ભાગોળ પાસેથી પસાર થતા હતા ત્યારે ઈન્ડિયન પેટ્રોલ પંપ સ્થિત અમીન ઓટો તરફ જવાના વળાંક પર પાછળથી એક અજાણ્યો મોપેડ ચાલક તેનું મોપેડ ઓવરટેક કરી આવ્યો હતો. અને તેણે શહેજાદઅલી સૈયદને અપશબ્દ બોલી કેવું વાહન ચલાવે છે તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી હતી. દરમિયાન, શહેજાદઅલીએ અપશબ્દ બોલવાની ના પાડતા તેને તેમજ તેના મિત્રોને માર માર્યો હતો. મારનારા યુવકનું ઉપરાણું લઈને અન્ય છ અજાણ્યા શખ્સો પણ આવી ચઢ્યા હતા અને મારક હથિયાર સાથે માર મારતાં સમીરઅલી, સાજીદખાન, ઈકબાલઅલી, મહંમદઝુબૈર અને શબ્બીરઅલીને ઈજા પહોંચી હતી. હાલમાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ બનાવ સંદર્ભે આણંદ શહેર પોલીસે અજાણ્યા સાત શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો