સાસરીયાનો ત્રાસ:ખંભાતના વિધવા માતાની દીકરીના સાસરીયાઓએ દહેજ માગ્યું, અસહ્ય મારઝૂડ થતાં ફરિયાદ કરી

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરેઠ તાલુકાના ઓડ ગામે પરિણીતાને સારરીયાઓ દ્વારા મારઝુડ કરી ત્રાસ આપતા ગુનો દાખલ

ખંભાતની વિધવા માતાની પુત્રીના લગ્ન 7 વર્ષ પહેલા ઉમરેઠ તાલુકાના ઓડ ગામે રહેતા ઈકબાલહુસેન ઇસામમીયાં મલેક સાથે થયા હતા. શરૂઆતમાં બંનેનું લગ્નજીવન સુખમય સ્થિતિમાં પસાર થઈ રહ્યું હતું. જોકે એક આદ મહિના બાદ જ સાસરી પક્ષના પરિવારજનો ઘરકામ બાબતે ઝગડો કરી મારઝૂડ કરવા લાગ્યા હતા. પિયરમાં પિતાનો સહારો ન હોઈ અને વિધવા માતાની આર્થિક પરિસ્થિતિ નાજુક હોઈ પરણીતા આ અત્યાચાર સહન કરતી હતી. પણ અસહ્ય મારઝૂડ થતાં પરિણીતાએ ફરિયાદ કરી છે.

પરણીતાની વિધવા માતાએ બને તેટલું કરિયાવર આપ્યું

આ દરમ્યાન પરિણીતા તનવીરબાનુએ પુત્રીને આપ્યો હતો. જે તે સમયે પિયરમાંથી તેડી લાવવા પણ સાસરિયાઓએ સામાજિક વ્યવહાર ના નામે દહેજ માગ્યું અને તો જ સાસરીમાં તેડી લાવવા જણાવતા ફરિયાદી પરિણીતાની વિધવા માતાએ બને તેટલું કરિયાવર આપ્યું હતું. જે બાદ પણ પરિણીતાને પતિ ઇકબાલ હુસેન, સાસુ બાનુબીબી મલેક તથા તાબીસમીયાં મલેક, ઈલ્યાસમીયાં મલેક, નસીમબીબી મલેક, સાહેનાજબીબી મલેક તથા ઈકબાલ દિવાને દહેજની માંગણી કરી મારઝુડ કરી હતી. આ અસહ્ય દુઃખ અને અપમાન પિયરની નબળી પરિસ્થિતિ અને વિધવા માતાની શીખને લઈ ફરિયાદી પરિણીતા સહન કરતી હતી.

પરિણીતાને વારંવાર મારઝુડ કરી ત્રાસ આપતા

જે દરમિયાન પરિણીતા બીજી વખત ગર્ભવતી બન્યા હતા. તે છતાં પતિ અને તેણીના સાસરીયાઓએ ત્રાસ આપવાનું ચાલું રાખ્યું હતું. ઘરનું તમામ કામકાજ તેમજ ખેતીનું કામકાજ પણ કરાવતા હતા. જેથી સહન ન થઈ શકે તે પ્રકારનો શારિરીક તેમજ માનસિક શ્રમ અને તણાવમાં પરિણીતાને 8 માસમાં ડીલીવરી થઈ ગઈ હતી. અધૂરા માસે અને માનસિક તણાવ ગ્રસ્ત પરિસ્થિતિમાં આ બાળક જન્મ્યું હોઈ નબળું હતું. જેનું થોડા દિવસમાં જ મૃત્યુ થઇ ગયું હતું. જેના કારણે પરિણીતા વારંવાર બીમાર રહેતા લાગી હતી. આ પરિસ્થિતિમાં પણ સાસરિયાઓ દયાહીન થઈ પરિણીતાને વારંવાર મારઝુડ કરી ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. તેમજ દહેજની માગણી કરતા હતા.

બનેવી પરિણીતાને સાસરીમાંથી લઈ ખંભાત પિયરમાં મૂકી ગયા

રોજે રોજના અસહ્ય ત્રાસ અને મારઝૂડથી કંટાળી પરિણીતાએ પોતાની માતા અને બનેવીને વેદના રજૂ કરતા તેના બનેવી પરિણીતાને સાસરીમાંથી લઈ ખંભાત પિયરમાં મૂકી ગયા હતા. જ્યાં ખંભાત પોલીસને ફરિયાદ આપતા ખંભાત પોલીસે પતિ ઈકબાલહુસેન તેમજ અન્ય તમામ સાસરીયાઓ વિરૂદ્ધ ઈપીકો કલમ 498(ક), 323, 504, 506(2), 114 તથા દહેજ પ્રથા અધિનિયમ કલમ ચાર મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...