• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Khambolaj, A Minor Girl Was Trapped In A Love Trap And Called To Give A Gift. Her Boyfriend Lodged A Complaint Of Misconduct.

દુષ્કર્મ:ખંભોળજમાં સગીર વયની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ગીફ્ટ આપવા બોલાવી પ્રેમીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્ક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્ક તસવીર
  • કોઇને કહેશે તો પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી

આણંદના ખંભોળજમાં રહેતી 14 વર્ષની સગીર કિશોરીને હવસખોર પ્રેમીએ મિત્રને ઘરે ગીફ્ટ આપવા બોલાવી તેણી પર 25 દિવસમાં 10થી વધુ વાર બળજબરી કરી દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની ફરિયાદ ખંભોળજ પોલીસ મથકે નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખંભોળજ ગામે રહેતી 14 વર્ષની સગીર વયની કિશોરી ધો.9 માં અભ્યાસ કરે છે. તેણી ગત નાતાલના દિવસે ફળિયામાં અન્ય કિશોરીઓ સાથે બેઠી હતી ત્યારે સામે ઓટલા ઉપર બેઠેલા નજીકમાં રહેતા અલ્પેશ રાઠોડે ઈશારાથી દિલ બતાવી મારે તારી સાથે બોલવું છે ? તેમ ઈશારો કરતા કિશોરીએ ના પાડીને લાફો મારી દઈશ તેવો ઈશારો કર્યો હતો.

ત્યારબાદ એક અઠવાડિયા સુધી અલ્પેશ તેની વિવિધ ઈશારા કરી પટાવી બોલવા માટે ઈશારો કરતો હતો. ગત તા.1-1-2021 ના રોજ નવા વર્ષે હેપ્પી ન્યુ ઈયર કહેવા માટે કિશોરીના ઘરે જઈ હવે નવા વર્ષમાં તારે મારી સાથે બોલવું છે કે નહી તેમ કહેતા કિશોરીએ હા પાડી હતી.

જે દરમ્યાન શાળાઓ શરુ થતા પંદર દિવસ તે શાળામાં ગઈ હતી અને ત્યારબાદ તા. 16-2-2021 ના રોજ સવારે 6 વાગ્યાની આસપાસ કિશોરી પોતાના ઘરની બહાર પાણી ભરતી હતી ત્યારે હવસખોર પ્રેમી અલ્પેશે ઈશારો કરી હું તારા માટે ગીફ્ટ લાવ્યો છું તું શૈલેષના ઘરે આવ તેમ કહેતા કિશોરીએ હા પાડી હતી.

સવારે 7-30 વાગે શાળાએ જતી વખતે શૈલેષના ઘરે જતા અલ્પેશે શૈલેષની હાજરીમાં તેણીને પકડી દઈ બળજબરી પુર્વક કપડા કાઢી નાખ્યા હતા. દરમિયાન શૈલેષ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ અલ્પેશે કિશોરી ઉપર દુષ્કર્મ આચરી પોતાની હવસ સંતોષી હતી. જે બાદ અલ્પેશે શૈલેષના ઘરમાં કિશોરીને શાળાનો સમય પુરો થતા સુધી બેસાડી રાખી અને આ બાબતે જો કોઈને કહીશ તો તારા મમ્મી, તારા ભાઈ અને તારા દાદીને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી જેથી કિશોરી ગભરાઈ ગઈ હતી.

કિશોરીની ચુપકીદી અને ડરનો લાભ લઇ હવસખોર પ્રેમી અલ્પેશે તા. 16-2-2021 થી તા.13-3-2021 ના એક માસ દરમિયાન અવાર નવાર દસથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. હવસખોર પ્રેમીની વારંવારની બ્લેકમેલિંગ અને હવસખોરીથી ત્રાસી ગયેલ કિશોરીએ પોતાના પરિવારજનોને આ બાબતે વિગતે જણાવતા આ બનાવ અંગે કિશોરીની માતાએ ખંભોળજ પોલીસ મથકે અલ્પેશ પાઉલભાઈ રાઠોડ અને શૈલેષ દાઉદભાઈ ગોબરભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ 376, 506, 114 અને પોક્સો એક્ટ કલમ 4, 6, 17 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...