તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:ખંભાતમાં કરોડના ખર્ચે લગાવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સંવેદનશીલ વિસ્તારમાં જ કેમેરા બંધ રહેતા માછીપુરા યુવકની મૃત્યુનો ભેદ હજુ વણઉકેલ્યો

ખંભાતના સોખડા રોડ પરથી અેક અઠવાડિયા અગાઉ માછીપુરા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવક સાગર ભીખા માછીનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો હતો. સમગ્ર બનાવનું કોકડું હજું ગુંચવાયેલું જ છે. કેમ કે, પોલીસને બસ સ્ટેન્ડ પાસેથી મળી આવેલા તેના બાઈક પછી, જે સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદ મળવી જોઈતી હતી તે સીસીટીવી કેમેરા જ બંધ હાલતમાં છે. ખંભાત નગર પાલિકા દ્વારા પાંચેક વર્ષ અગાઉ 1.31 કરોડના ખર્ચે સમગ્ર ખંભાત શહેરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંવેદનશીલ એવા ખંભાતમાં 35 કેમેરા લગાવવામાં આવ્યા હતા.

જે પૈકી આજે માત્ર ત્રણ જ કેમેરા ચાલુ છે. બાકીના તમામ કેમેરા પાલિકાના બેજવાબદાર સાશકોએ જાણી જોઈને બંધ હાલતમાં રાખ્યા છે કે પછી બગડેલા છે તે તપાસનો વિષય છે ત્યારે બીજી તરફ યુવકનું બાઈક જે જગ્યાએથી મળ્યું તે બસ સ્ટેન્ડ વિસ્તારમાં જ સીસીટીવી કેમેરા બંધ હતા.આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ દ્વારા જ્યારે પાલિકા પાસે સીસીટીવી ફૂટેજ માંગવામાં આવ્યા ત્યારે બંધ હોવાનું ખૂલ્યું હતું.

જોકે, કેટલાંક દુકાનદારો પાસેથી મેળવેલા સીસીટીવી ફૂટેજ બાદ બાઈક અહીં કોઈ મૂકી ગયું હોવાનું ખૂલ્યું છે. જોકે, ફૂટેજમાં વ્યક્તિઓ કોણ છે તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટનામાં યુવકની મૃત્યુ કુદરતી રીતે થયું છે પરંતુ તેના મોત બાદ તેને ખંભાતના સોખડા રોડ પર ફેંકવામાં આવ્યો છે. જોકે, હાલમાં પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરી યુવકને જગ્યાએ કોણ ફેંકી ગયું તે તપાસ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...