ધરપકડ:ખંભાતમાં ભાણીને ભગાડનારો સગો માસો નવસારીથી ઝડપાયો

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્ની બિમાર હોય મદદ માટે આવેલી 12 વર્ષીય ભાણીને પ્રેમમાં ફસાવી હતી

ખંભાત તાલુકાના લુણેજ ગામમાં શૈલેષ રમણ રાઠોડ રહે છે. તેની પત્ની બિમાર હોય તેણે સોજિત્રા ખાતે રહેતી તેની સાળીની મોટી પુત્રીને સારવાર અર્થે લુણેજ બોલાવી હતી. તેમની સાળીની 12 વર્ષીય પુત્રી દસેક દિવસથી તેમના ઘરે રોકાઈ હતી. આ સમય દરમિયાન તકનો લાભ લઈ શખસે ભાણીને પ્રેમજાળમાં ફસાવી હતી. દરમિયાન, શાળાઓ શરૂ થતાં સાઢુભાઈએ પુત્રીને ઘરે મૂકી જવા માટે જણાવતા ગત 27મીના રોજ તેણીને મૂકી જશે તેમ જણાવ્યું હતું. જોકે, રાત્રિના સમયે શખસ ભાણીને લઈને ફરાર થઈ ગયો હતો.

આ અંગેની જાણ સવારે ભગાડી જનારા શખસના પત્નીને થતાં તેણે બહેન અને બનેવીને સમગ્ર હકીકત જણાવી હતી. બીજી તરફ શોધખોળ પછી પણ તેનો કોઈ પત્તો ન મળતાં આખરે આ મામલે તેમણે આરોપી શૈલેષ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સંદર્ભે ખંભાત ગ્રામ્ય પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તેની ભાળ મેળવવા પ્રયાસ કર્યો હતો. જેમાં શખસે તેની પાસેના મોબાઈલનું કાર્ડ બદલી નાંખ્યું હતું. જોકે, આમ છતાં પણ પોલીસે લોકેશન ટ્રેસ કરી તેને નવસારીથી ઝડપી પાડ્યો હતો. શખસ બાઈક પર જ તેણીને લઈને ફરતો હતો. અને ફરતો ફરતો આણંદથી છેક નવસારી સુધી પહોંચી ગયો હતો. પોલીસે હાલમાં તેના કોવિડ ટેસ્ટ કરાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...