• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Khambhat, A Man Who Went To Jail With His Husband Took Advantage Of His Acquaintance And Sexually Assaulted His Wife Several Times.

પરિણીતાને પીંખી નાખી:ખંભાતમાં પતિ સાથે જેલમાં ગયેલા શખ્સે ઓળખાણનો ગેરલાભ ઉઠાવી પરિણીતા પર અનેક વાર દૂષ્કર્મ આચર્યું

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફોટા અને વીડિયો વાયરલ કરવાનું કહી ધમકીઓ પણ આપી

ખંભાતના એક ગામે રહેતી પરિણીતાનો પતિ અને તેનો મિત્ર હત્યા કેસમાં જેલમાં હતાં. જોકે, પતિનો મિત્ર જામીન પર છૂટ્યા બાદ તેણે પરિણીતાના પ્રેમમાં છે, તેમ કહી સંબંધ બાંધી બ્લેકમેઇલીંગ શરૂ કરી દીધું હતું. આ શખસે પરિણીતાને હોટલ સહિત વિવિધ સ્થળે લઇ જઈ હવસનો શિકાર બનાવી જીવન દૂષ્કર કરી નાંખ્યું હતું. આ અંગે પરિણીતાએ ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ વધુ તપાસ હાથ ધરી છે.
પરિણીતાને તેની હવસનો શિકાર બનાવી
ખંભાતના એક ગામે રહેતી પરિણીતાના પતિ, જેઠ અને સસરા 2019માં એક હત્યા કેસમાં કસ્ટડીમાં દેવામાં આવ્યાં હતાં. આ કેસમાં કેતન ઉર્ફે પપ્પુ ભીખા પટેલ (રહે.ગાયત્રીનગર, ઉંદેલ)ને કસ્ટડી થઇ હતી. જોકે, થોડા સમયમાં તે જામીન પર છુટી ગયો હતો. દરમિયાન બહાર આવી તેણે પરિણીતાને તેની હવસનો શિકાર બનાવી હતી.
અનેક સ્થળે લઈ જઈ દૂષ્કર્મ ગુર્જાયું
આરોપી કેતન ઉર્ફે પપ્પુ પાસે પરિણીતાનો મોબાઇલ નંબર હોવાથી તેણે ફોન કરી કેસને લગતું કામ છે, તેમ કહી મળવા કહ્યું હતું. જોકે, શરૂઆતમાં આનાકાની બાદ પરિણીતાએ તેને મળવા નોકરીના સ્થળે બોલાવ્યો હતો. આથી, કેતન કંપની પર ગયો હતો. જ્યાં તેણે પરિણીતાને કારમાં બેસાડી તારાપુર તેના મામાના દિકરાના ઘરે લઇ ગયો હતો. અહીં તેણે ગરમીના બહાને બેડરૂમમાં લઇ ગયો હતો. જ્યાં શરૂઆતમાં જેલમાં થયેલી વાતો કરી હતી. બાદમાં અચાનક જ તેણે પરિણીતા સમક્ષ તને પ્રેમ કરૂ છું કહી બેડ ઉપર ધક્કો મારી પાડી દઇ જબરદસ્તી કરી શરીર પર હાથ ફેરવવા લાગ્યો હતો. જોકે, પરિણીતાએ વિરોધ કર્યો હતો. આથી, ગુસ્સામાં આવેલા આરોપીએ તેને કંપનીમાં મુકી ગયો હતો.
બદનામ કરવાની ધમકી પણ આપી
આ ઘટના બાદ પરિણીતાએ તેની સાથે વાતચીત બંધ કરી દીધી હતી. પરંતુ કેતન તેને વારંવાર ફોન અને મેસેજ કરી વાતચીત કરવા દબાણ કરો હતો. બાદમાં દરરોજ પરિણીતા જે જગ્યાએ નોકરી કરી હતી, તે કંપની પાસે આવીને ઉભો રહેતો હતો અને ફોન કરતો હતો. એક દિવસ તો તેણે પરિણીતાને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. હું રાજકારણ અને પોલીસમાં ઓળખાણ ધરાવું છું. તારા પતિ કે જેઠને જેલમાંથી છુટવા નહીં દઉં, તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. આ ધમકીઓથી વશ થઇ પરિણીતાએ કેતન ઉર્ફે પપ્પુની મનમાની સહન કરવાની શરૂ કરી હતી.
આરોપી કેતન અવારનવાર તેને પોતાની ગાડીમાં લઇ જતો અને તારાપુર તેના મામાના દિકરાના ઘરે લઇ જઇ શારીરિક સંબંધ બાંધતો હતો. આ ઉપરાંત તે તારાપુરની હોટલમાં પણ લઇ જઇ હવસ સંતોષતો હતો. કેતન આટલેથી ન અટકતા તે ચાલુ નોકરીએ પરિણીતાને પોતાની કારમાં લઇ જઇ સુમસામ જગ્યા પર કાર ઉભી રાખી દૂષ્કર્મ ગુજારતો હતો. બાદમાં નોકરી છુટવાના સમયે પરિણીતાને પરત કંપની પર મુકી જતો હતો.
પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ
આખરે કંટાળી પરિણીતાએ કેતન ઉર્ફે પપ્પુ સામે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કેતની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે. કેતન ઉર્ફે પપ્પુ અવાર નવાર બોલાવતો હતો અને જો પરિણીતા ના પાડે તો એકદમ ગુસ્સે થઇ અપશબ્દ બોલી ફોટા તથા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની મરજી વિરૂદ્ધ દૂષ્કર્મ ગુજારતો હતો. પરિણીતા સમાજમાં બદનામ થઇ જવાના ડરના કારણે અત્યારચાર સહન કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...