સુવિધા:કઠાણા અને ઉમરેઠમાં રૂ. 5 કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનશે

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની જનતાના આરોગ્ય માટે સરકારે15 કરોડ ઉપરાંતની રકમ ફાળવી

આણંદ જિલ્લાની જનતાને આરોગ્ય સુવિધા સારી મળી રહે તે માટે રાજય સરકરા દ્વારા 15 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં ખંભાત તાલુકાના કઢાણા અને ઉમરેઠમાં અદ્યતન સુવિધા યુકત સામુહિક આરોગ્ય કેન્દ્ર 10 કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર કરવામાં આવ્યાં છે. જયારે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન આઇસીયુ તથા 42 બેડ પીડિયાટ્રીક વોર્ડનીઇન્ટીગ્રેટડ પબ્લિક હેલ્થ લેબોરેટરી શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

ખંભાત તાલુકા કઢાણા આસપાસના 20 ગામો અને પરાવિસ્તારની જનતાને ખંભાત કે અન્ય શહેરોમાં સારવાર માટે ન જવું પડે તે માટે આધુનિક તમામ સારવાર ઉપલબ્ધ બને તેનું સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. જયારે ઉમરેઠ નગરમાં આધુનિક સીએચ કેન્દ્ર બનાવવા માટે મંજૂરી મળી છે. ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથધરીને કામગીરી શરૂ કરવામાં આવશે.

ખંભાત તાલુકાના જીણજ ગામે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેની મંજૂરી મળી
ખંભાતના જીણજ ખાતે નવા પ્રાથમિક આરોગ્ય સેન્ટરને મંજૂરીની મહોર વાગતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે. જીણજ તથા આસપાસના ગામોમાં આરોગ્ય લક્ષી સેવાઓ બાબતે યોગ્યતમ સુવિધા ન હોવાને કારણે ગ્રામ્ય જનને ખંભાત તથા તારાપુરના ધરમ ધક્કા ખાવાની નોબત આવી હતી. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાતા જીણજ ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મંજૂરીની મહોર લાગતા જીણજ તથા આસપાસના ગામોના લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે

અન્ય સમાચારો પણ છે...