હુમલો:કાસોરમાં તું મારી પત્ની સાથે કેમ સંબંધ રાખે છે તેમ કહીં માર માર્યો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાલેજ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

આણંદ પાસેના કાસોર ગામે પત્ની સાથેના આડા સંબંધનો વ્હેમ રાખી શખસે ગામના યુવક પર લાકડીથી હુમલો કર્યો હતો. આ મામલે ભાલેજ પોલીસે મારામારીની કલમ હેઠળ શખસ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના કાસોર ગામે બારૈયાવગામાં પ્રકાશભાઇ રાવજીભાઈ સોલંકી રહે છે. તેઓ ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બુધવારે બપોરે પોણા બાર વાગ્યે તેઓ બળિયાદેવ મંદિર પાસેથી પસાર થતાં હતાં. ત્યારે ગામમાં રહેતા કનુ ઉર્ફે શિવો મંગળ ગોહેલે તેમને મળ્યો હતો. જ્યાં તેણે તેમને ઉભા રાખ્યા હતા અને ગમે તેમ અપશબ્દ બોલી, તું મારી પત્નિ સાથે કેમ સંબંધ રાખે છે તેમ કહી ઠપકો આપ્યો હતો. તેમની વચ્ચેની વાતચીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ.

જોકે, પ્રકાશભાઇએ તેમને અપશબ્દ બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલાં શખસે નજીકમાં પડેલી લાકડી મારી દીધી હતી. જેને પગલે તેને હાથના ભાગે ઈજા પહોંચી હતી. આ મામલે પ્રકાશભાઈએ શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...