તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કરમસદમાં 25 વર્ષીય પરણિતાએ ઘરકંકાસથી દુ:ખી થઈ ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે પરિવારજનોની પૂછપરછમાં ચોંકાવનારૂં તથ્ય બહાર આવ્યું છે. જેમાં રવિવારે અઢી વર્ષનો પુત્ર જમતો ન હોય માતાએ તેને ગરમ તબેથો ચોંટાડી દીધો હતો. જે અંગે સાસુએ તેણીને ઠપકો આપતાં તેને મન-દુખ થયું હતું અને રાત્રિના સમયે તેણે એકલતા મળતાં ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ અંગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને ઘટનાના તપાસ અધિકારી નીતિરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આણંદની ટ્વીકલ ગોહેલના લગ્ન કરમસદમાં રહેતા આકાશ સાથે થયા હતા. તેમને સંતાનમાં અઢી વર્ષનો પુત્ર છે. ગત રવિવારે પુત્ર જમતો ન હોય ટ્વીકલબેને તેને ગરમ તબેથો હાથે ચોંટાડી દેતા પુત્રએ રોકકળ મચાવી હતી. આ અંગે સાસુએ તેણીને ઠપકો આપતા તેણીએ પોતાના હાથે પણ ગરમ તબેથો ચોંટાડી દીધો હતો.
આખરે સાસુ-વહુ વચ્ચેનો ઝઘડો શાંત થયો હતો. બીજી તરફ સાંજના સમયે પરિણીતા ઘરે એકલી જ હતી. સાસુ-સસરા અને પતિ ચાલીને ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. ઘરમાં તપાસ કરતાં પંખા સાથે ગાળીયો બનાવી ટ્વીકલે ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોએ તુરંત જ તેને કરમસદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરી હતી.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.