કરમસદના કર્ણાવટી સોસાયટીમાં રહેલા શખસે ગાડી ખરીદવા લોન લીધા બાદ તેના હપ્તા ભર્યાં નહતાં. આથી, રિકવરી વિભાગનો કર્મચારી તેમના ઘરે જતાં ઉશ્કેરાઇ ગયો હતો અને મારમાર્યો હતો. આ અંગે રિકવરીના કર્મચારીએ વિદ્યાનગર પોલીસ મથકે લોનધારક સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.
કરમસદ ગામે કર્ણાવતી સોસાયટીમાં રહેતા પુષ્પકુમાર ગોપી નાયર નામના શખ્સે ગાડીની લોન લીધી હતી. જોકે, હપ્તો નિયમિત ન ભરતાં તેની રિકવરી અંગેની જાણ કરવા રિકવરી વિભાગનો કર્મચારી હાર્દિક જતીનભાઈ ફુલવાલા તેમના ઘરે 8મી જૂનના રોજ ગયો હતો. આ સમયે હપ્તો ભરી દેવા જણાવતાં પુષ્પકુમાર ઉશ્કેરાઇ ગયો હતો અને મારા ઘરે ઉઘરાણી કરવા આવ્યો જ કેમ? તેમ કહી અપશબ્દ બોલી ઘરમાંથી ચપ્પુ લઇ આવી સાથેના કર્મચારી ગૌરાંગને મારતાં તેને ઇજા પહોંચી હતી.
આ ઉપરાંત બબાલમાં હાર્દિક વચ્ચે પડતાં તેને પણ બાવડા પર ચપ્પુ મારી દેતાં ઇજા પહોંચી હતી. આ ઉપરાંત અપશબ્દ બોલી, ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે હાર્દિક ફુલવાલાની ફરિયાદ આધારે વિદ્યાનગર પોલીસે પુષ્પકુમાર ગોપી નાયર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.