તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:માત્ર ત્રણ જ દિવસમાં 61 કેસ નોધાયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં 17, બોરસદ-પેટલાદમાં 1-1 સાથે કુલ 19 કેસ

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ ગતિ રોકેટની ગતિથી વધી રહ્યો છે. તેમાંય છેલ્લા ત્રણ દિવસ જ 61 જેટલા નવા કેસ નોધાતાં જિલ્લાનો કુલ આંક1740 પર પહોચીં જવા પામ્યો છે. આમ મંગળવારે આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના નવા 19 કેસો નોધાયા છે. જેમાં આણંદ શહેર સહિત તાલુકાના 17 કેસો ઉપરાંત બોરસદ અને પેટલાદમાં 1-1 કેસો નોધાયા છે. આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણનો આંક દિવાળી પર્વ બાદ એકા એક ઉંચકાતાં ચિંતાનો વિષય બન્યો છે. મહત્વનું છે કે, દિવાળી પહેલા આ આંક 7 થી9પર સ્થિર હતો. જે તહેવાર પૂર્ણ થતાં જ ઉછળીને 19 ઉપર પહોંચી ગયો છે.

આમ છેલ્લા ત્રણ દિવસમાં જ કોરોનાના સરકારી ચોપડે કુલ કેસ 61નોંધાયા છે.મંગળવારે શહેર સહિત જિલ્લામાં નવા 19 કેસો નોધાયા છે. જેમાં આણંદ શહેરના શાંતિદિપ સોસાયટીમાં રહેતાં 4 વર્ષના બાળક, તેમજ 43 વર્ષના પુરુષ, ઉપરાંત 100 ફૂટ રોડ વિસ્તારમાં રહેતી 29 વર્ષની યુવતી, તેમજ યોગેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષના પુરુષ, આણંદના વિદ્યાનગરમાં રહેતાં 46 વર્ષના પુરુષ તેમજ 55 વર્ષનો આધેડ, ઉપરાંત જીસેટ કોલેજની પાછળ રહેતાં 17 વર્ષના કિશોર અને 22 વર્ષની યુવતી, તેમજ રાધા કોમ્પલેક્ષમાં રહેતાં 56 વર્ષના આધેડ, ઉપરાંત નાના બજાર વિસ્તારમાં રહેતાં 52 વર્ષની મહિલા, તેમજ મોટા બજારમાં રહેતી 52 વર્ષની મહિલા,આણંદના સદાનાપુરામાં રહેતાં 61 વર્ષના વૃદ્વ, અજરપુરામાં રહેતાં 60 વર્ષના વૃદ્વ, ગામડીમાં રહેતાં 32 વર્ષના યુવક, અને 57 વર્ષની મહિલા, વડોદ ગામે રહેતાં 30 વર્ષના પુરુષતેમજ બાકરોલ ખાતે રહેતી 40 વર્ષની મહિલા, તેમજ બોરસદના ખાનપુરમાં રહેતાં 32 વર્ષની મહિલા, અને પેટલાદ શહેરમાં રહેતાં 80 વર્ષના વૃદ્વાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જિલ્લામાં હાલ 85 દર્દીઆે સારવાર હેઠળ છે
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં હાલ 85 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 54 દર્દીઆે હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 30 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જેમાંથી 4 દર્દીઆે ઓક્સિજન પર છે. અને એક દર્દી વેન્ટીલેટર પર છે.તંત્ર દ્વારા મંગ‌ળવારે 1959 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં હાલ 19 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser