તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજયુકેશન:ઈન્ટીગ્રેટેડ બેચલર અને માસ્ટર કોર્સમાં ઈન્ટેકની સામે બમણા છાત્રોએ ફોર્મ ભર્યા

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SP યુનિ.માં 20 સીટની સામે 50થી 55 ફોર્મ ભરાયા

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષથી ઈન્ટીગ્રેટેડ બેચલર-માસ્ટર કોર્સ શરૂ કરવાની જાહેરાત કરાયા બાદ કુલ ઈન્ટેકની સામે બમણા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. આમ, સાતેક જેટલાં વિષયો પૈકી પાંચેક જેટલાં વિષયોમાં વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હજુ પણ કોર્સમાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી રહ્યા છે.

નવી શૈક્ષણિક નીતિ તથા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ અંતર્ગત યુનિવર્સિટી દ્વારા બહુશાખાકીય સ્નાતક તથા અનુસ્નાતક પાંચ વર્ષ માટે આ સાયન્સ અને કોમર્સ સંલગ્ન કોર્સ શરૂ કરાયા છે. જેમાં મેરીટના આધારે સાયન્સમાં 20 વિદ્યાર્થીઓને જ્યારે કોમર્સમાં 70 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. મલ્ટી ડિસીપ્લીનરી અભ્યાસક્રમોમાં ફાઉન્ડેશન અભ્યાસક્રમ સાથે સંકલિત ડ્યુઅલ ડિગ્રી મળશે. જેમાં રસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, બાયોલોજિ, ગાણિતિક વિજ્ઞાન, સ્ટેટેસ્ટીક્સ, ઈલેક્ટ્રોનિક્સ વિજ્ઞાન અને મટીરીયલ સાયન્સનો સમાવેશ કરાયો છે.

હાલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે ઈલેક્ટ્રોનિક્સ અને મટીરીયલ સાયન્સ સિવાયના મોટાભાગના વિષયમાં 50 થી 55 જેટલાં વિદ્યાર્થીઓએ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેનો રસ દાખવી ફોર્મ ભર્યા છે. જોકે, જે કોર્સમાં ઈન્ટેક પ્રમાણે વિદ્યાર્થીઓ નહીં થાય તેવા વિદ્યાર્થીઓને વિષયની મહત્તા અને નોકરીયાતની તકો વિશે સમજાવી જે-તે કોર્સમાં પ્રવેશ આપવાના પ્રયાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...