તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચાર સામે જીત:આણંદના હાડગુડમાં ગ્રામજનોની લડત રંગ લાવી, બે માસમાં જ તૂટી ગયેલા નવા રસ્તાનું ફરી નવેસરથી નિર્માણ શરૂ થયું

આણંદ21 દિવસ પહેલા
  • અનેક રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી ન હાલતા યુવાનોએ જર્જરિત રોડને મૃત જાહેર કરી મીણબત્તીઓ સળગાવી
  • રાજકીય અને વ્યવસાયિક ઇમેજ સાચવવા પંચાયત અને કોન્ટ્રાકટરને ઝુકવુ પડ્યું

આણંદ જિલ્લાના હાડગુડ ગામે ગ્રામપંચાયત દ્વારા નિર્માણ થયેલ જાહેર માર્ગ બે માસના ટૂંકા ગાળામાં જર્જરિત થઈ જતા હાડગુડના ગ્રામજનો અને યુવાનોના નસર્જન ગ્રુપ દ્વારા રોડના પુનઃ નિર્માણની માંગને લઈ સરપંચ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતો સંદર્ભે તંત્રના પેટનું પાણી ન હાલતા નવયુવાનોએ જર્જરિત રોડને મૃત જાહેર કરી મીણબત્તીઓ સળગાવી રોડની શોકસભાનો કાર્યક્રમ કરતા જિલ્લામાં તંત્ર હરકત આવ્યું હતું. ભારોભાર ભ્રષ્ટાચારનું જાહેર સ્મારક સમો આ રોડ તોડી નવો રોડ બનાવવા પંચાયત અને કોન્ટ્રાકટર દ્વારા સમજૂતી થતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ગ્રામજનો અને યુવાનો ભ્રષ્ટાચાર સામે જીત થઈ છે.

આણંદના હાડગુડમાં જાહેર માર્ગના નિર્માણમાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચાર સામે પ્રજાના આંદોલનને જીત મળી છે. ગામના મુખ્ય રાજમાર્ગ સામો રોડને તોડી તેની જગ્યાએ ફરી વખત નવીન માર્ગના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા 14મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી બે લાખ 70 હજારના ખર્ચે પોસ્ટઓફીસથી લઈને ભાથીજી મંદિર સુધીનો સી.સી.રોડ બનાવાયો હતો. જે બે માસના ટૂંકાગાળામાં ખખડધજ હાલતમાં ફેરવાઈ જતા ગ્રામપંચાયત હાડગુડના સત્તાધીશો વિરુદ્ધ ગોબાચારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા હતા.

ગામના નવસર્જન યુવાનો અને ગ્રામજનોએ ગ્રામપંચાયત, ટી.ડી.ઓ,તેમજ ડી.ડી.ઓ અને કલેકટર સુધી ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદો કરીને રોડમાં ભ્રષ્ટાચાર અને માર્ગના પુનઃ નિર્માણની માંગ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. જેને પગલે પરિસ્થિતિને પારખી ગયેલ પંચાયત તંત્ર હરકતમાં આવ્યું હતું.

મહત્વનું છે કે, આ ભ્રષ્ટાચાર બાબતે ગ્રામજનો અને યુવાનોની લડતને પંચાયત ઉપર સરકારી તંત્રનું દબાણ વધ્યું હતું. પંથકમાં હાડગુડ પંચાયત અને કોન્ટ્રાકટરની ભ્રષ્ટ મિલીભગતની વિગતોએ ચક્રવાત સર્જ્યો હતો. વ્યાપક રાજકીય અને વ્યવસાયિક બદનામીના ડરે આખરે કોન્ટ્રાકટર અને પંચાયતતંત્ર ઝુક્યું અને કોન્ટ્રાકટરના ખર્ચે આ માર્ગ ફરી નિર્માણ કરવા સમજૂતી થતા ફરી કામ શરૂ કરવામાં આવ્યું છે.

રોડ બન્યા બાદ પાણી છંટકાવમાં નિષ્કાળજીથી રોડ તૂટ્યો
હાડગુડ ગામના મહિલા સરપંચ રજીયા દિવાને મીડિયા સમક્ષ કબૂલ્યું હતું કે, રોડનું કામ કર્યા બાદ પાણી છાંટવામાં નિષ્ફળ રહ્યા હતા. જેથી રોડ જર્જરિત થઈ ગયો હતો. ગ્રામજનો અને નવસર્જન ગ્રુપ તેમજ અન્ય યુવકો દ્ધારા રોડ બાબતે રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે નવેસર થી રોડ બનાવી આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાણી પીવડાવવાની રહેલી કસરને કારણે રોડ જર્જરિત થયો હતો. જોકે, કોન્ટ્રાકટરના ખર્ચે જ ફરી નિર્માણ કામ શરૂ કરાવ્યું છે. ફરી સારી કામગીરી માટે કોન્ટ્રાકટરને કડક સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...