• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Garba Organized In Vidyanagar Of Anand, Two Persons Were Seen Playing Garba With A Glass In Their Hand And Eating Lathadia.

દારૂ સાથે ગરબા?:આણંદના વિદ્યાનગરમાં આયોજીત ગરબામાં બે શખસો હાથમાં ગ્લાસ લઈ લથડિયાં ખાતાં ગરબે રમતાં જોવા મળ્યા

આણંદએક મહિનો પહેલા
  • વૈભવ સિનેમાની બાજુમાં કલીકુંજલ સોસાયટીમાં શરદ પૂનમના ગરબા યોજાયા હતા

આણંદના વિદ્યાનગરમાં આવેલી એક સોસાયટીમાં શરદ પૂનમની રાત્રિએ યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં હાથમાં ગ્લાસ લઈ લથડિયા ખાતા બે શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. લોકો ગરબામાં દાંડિયા રાસ કે તાલીરાસ રમતા હોય છે તેના બદલે બે શખ્સો હાથમાં ગ્લાસ લઈ લથડિયા ખાતા જોવા મળી રહ્યા છે.

વિદ્યાનગરની કલીકુંજ સોસાયટીનો બનાવ

આણંદના સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે વિદ્યાનગરના વૈભવ સિનેમા પાસે આવેલી કલીકુંજ સોસાયટીનો હોવાનું જાણવા મળ્યું છે. શરદ પૂનમની રાતના અહીં ગરબાનું આયોજન હોવાથી સોસાયટીની મહિલાઓ, બાળકો સહિત તમામ રહીશો ગરબા રમી રહ્યા હતા. ત્યારે બે લોકો હાથમાં ગ્લાસ લઈ લથડિયા ખાતા ગરબે રમતા જોવા મળ્યા હતા.

પોલીસ તપાસ કરે તો વધુ ખુલાસો થઈ શકે

શરદ પૂનમની રાત્રિના યોજાયેલા ગરબાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો હાથમાં ગ્લાસ લઈ લથડિયા ખાતા નાચતા જોવા મળી રહ્યા છે, ત્યારે જો પોલીસ આ વીડિયો મામલે વધુ તપાસ કરે તો ખુલાસો થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...