તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Devatalpad, The Family Hit A Light Bill Of Rs 80,000, Only 5 Electrical Appliances In The House, But Also A Hefty Bill.

MGCVLના ભોપાળું:આણંદના દેવાતળપદમાં પરિવાર 80 હજારનું લાઇટબિલ ફટકાર્યું, ઘરમાં માત્ર 5 વીજ ઉપકરણ છતાં તોતિંગ બિલ આવતા આશ્ચર્ય

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બિલ આવ્યું તે ઘરની તસવીર - Divya Bhaskar
બિલ આવ્યું તે ઘરની તસવીર

સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામે રામકુવા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના ઘરમાં માત્ર 5 જ ઇલેકટ્રોનિક ઉપકરણો છે. તેમ છતાં એમજીવીસીએલે મે-જૂન માસનું 80 હજાર ઉપરાંત વીજબીલ ફટકરાતાં સૌ ચોંકી ઉઠયા હતા. ગરીબ પરિવારને ઝુંપડપટ્ટી વીજકનેકશન યોજના હેઠળ કનેકશન મળ્યું હતું. પરંતુ વીજમીટર કે રીડરની ખામીને કારણે તેની વાર્ષિક આવક કરતાં વધુ વીજબીલ ફટકારવામાં આવતાં ગરીબ પરિવારને બીલ ઓછુ કરવા માટે એમજીવીસીએના ધક્કા ખાવાનો વખત આવ્યો છે.

ઝૂંપડપટ્ટી વીજ કનેક્શન યોજના હેઠળ છે જોડાણ
સોજીત્રાના દેવાતળપદ તાબે રામકુવા વિસ્તાર જયંતિભાઇ બાબુભાઇ ગોહેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહે છે. જે તે વખતે ઝુંપડપટ્ટી વીજ કનેકશન યોજના હેઠળ વીજ કનેકશન મળેલ છે. હાલમાં તેઓ ઘરમાં એલ.ઇ.ડી ત્રણ બલ્બ ,1 ટીવી અને 1 સિલિંગ ફેન છે. તેઓ બે માસ દરમિયાન માત્ર 70થી 80 યુનિટ વપરાશ હતો.

વાર્ષિક આવક વીજબિલ જેટલી નથી!
મે -જૂનમાં 10455 યુનિટ વીજબીલ રૂા 80911 ફટકરાવામાં આવતાં ગરીબ પરિવારના પગ નીચે થી ધરતી શરકી ગઇ હતી. સૌ કોઇ ચૌકી ઉઠયા હતા. કારણે કે તે પરિવારની વાર્ષિક આવક વીજબીલ જેટલી થતી નથી. આમ એમજીવીસીએલની બેદરકારીને કારણે ક્યારે સામાન્ય ગરીબ પરિવારો વેઠવાનો વખત આવે છે. જે બાબતે જયંતિભાઇ ગોહેલે તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...