અપહરણ અને દુષ્કર્મ:ડાલીમાં ફિલ્મીઢબે કિશોરીનું રીક્ષામાં અપહરણ કરી યુવકે દૂષ્કર્મ ગુજાર્યું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પોલીસે અપહરણકર્તા યુવક સામે ગુનો નોંધ્યો

બોરસદના કઠાણા – ડાલી રોડ પર કાણી તલાવડી પાસે ડાલી ગામના શખસે એક કિશોરીનું રીક્ષામાં અપહરણ કરી જઇ તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે વિરસદ પોલીસે ડાલીના શખસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોરસદ શહેરમાં રાઠોડ ચોકડી નિજાનંદ ચોક નજીક રહેતી પરપ્રાંતિય 15 વર્ષિય કિશોરીનું 5મી ફેબ્રુઆરી,22ના રોજ બોરસદના ડાલી ગામે રહેતો નિકુંજ સોલંકી અપહરણ કરી ગયો હતો. કઠાણા – ડાલી રોડ પર કાણી તલાવડી પાસે કિશોરીને બળજબરી પૂર્વક રીક્ષામાં બેસાડી તેને ભગાડી ગયો હતો. બાદમાં તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી અવાર નવાર દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના બાદ કિશોરી ઘરમાં સુનમુન રહેવા લાગી હતી. જેથી પરિવારજનોને પણ ચિંતા પેઠી હતી. આખરે તેઓએ પ્રેમપૂર્વક વાતચીત કરી સઘળી હકિકત જાણતાં ચોંકી ગયાં હતાં. આ અંગે વિરસદ પોલીસ મથકે નિકુંજ સોલંકી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...