તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ચિખોદરા-આણંદમાં 280 નંગ બિયર સાથે બે શખ્સ ઝડપાયા

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • થર્ટી ફર્સ્ટની ઊજવણીની તૈયારી પર પોલીસે પાણી ફેરવ્યું

આણંદ પાસે ચિખોદરા અને આણંદ શહેરમાંથી પોલીસે 280 નંગ બિયર સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા.આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચીખોદરા રાજનગર ખાતે આવેલી હરિદર્શન સોસા.સામે રહેતો પપ્પુ લાલજી ઉર્ફે ગોપાલ વાઘેલા વિદેશી દારૂનું વેચાણ કરે છે.

જેથી એલસીબીની ટીમે તેના ઘરે દરોડો પાડતાં ઘરમાં બેડરૂમમાં આવેલા પલંગ નીચે છુપાવી રાખેલી 276 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલ, રોકડ સહિત કુલ 51 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તેની તપાસ હાથ ધરી છે.બીજા બનાવમાં અમુલ ડેરી રોડ સ્થિત સુરભી હોટલ પાછળની ઓરડી પાસેથી શકમંદહાલતમાં ઊભેલા શખ્સની થેલીમાંથી પોલીસે ચાર બિયર કબ્જે લઇ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો