વીજતંત્રએ 21 ટીમો બનાવીને આણંદ શહેર સહિત જિલ્લામાં દરોડા પાડીને 36 વીજધારકોને રંગેહાથ વીજચોરી કરતાં ઝડપી પાડીને રૂા 5.81 લાખ ઉપરાંત માતબર રકમનો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉનાળાની ગરમીમાં વીજબીલ ઓછુ આવે તે માટે સિનેમાઘરો સહિત ઘર વપરાશના વીજધારકો દ્વારા ખુલ્લેઆમ વીજચોરી કરવાનું શરૂ કરી દીધું છે.ત્યારે વીજચોરી અટકાવવાના ભાગરૂપે આણંદ જિલ્લા વીજતંત્રએ ઝુંબેશ હાથધરી છે.
જેના ભાગરૂપે શનિવારે આણંદ શહેર સહિત પેટલાદ, ઉમ રેઠ,ખંભાત સહિત અન્ય પંથકમાં 21 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારે દરોડા પાડવાની કાર્યવાહી હાથધરી હતી.જેના ભાગરૂપે 273 વીજધારકોના વીજમીટર તપાસમાં આવ્યાં હતા.
જેમાં મીટર સાથે ચેડાં કરવા, ડાયરકેટ લંગર નાખવું , ટેટા મુકીને વીજ ચોરી કરવી સહિત જુદી જુદી રીતે નુશખા અપનાવતાં કુલ 36 વીજધારકોને ઝડપી પાડયાં હતા. આથી વીજતંત્રએ 36 વીજધારકોને મીટર યુનિટ તપાસવામાં આવતાં 11135 યુનિટ વીજચોરી કરવામાંઆવી હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું. આથી વીજતંત્રએ અધિનયમ મુજબ 5.81 લાખ માતબર રકમનો દંડ ફટકારીને કાર્યવાહી હાથ ધરી હતી.
800થી વધુ રકમ બાકી હોઈ તેઓને નોટીસ
આણંદ જીલ્લામાં વિજ ચોરી અટકાવવાના ભાગરૂપે આણંદ શહેર સહિત ઉમરેઠ, પેટલાદ, તારાપુર, ખંભાત ગ઼ામ્ય વિસ્તારોમા વિઝીલન્સ ટીમો દ્વારા ચેકીંગ કાર્યવાહી હાથ ધરાશે. તેમજ બાકી પડતા વિજ બિલોની વસુલાત કાર્યવાહી હાથ ધરવામા આવતી હોવાથી રૂ.800 થઈ વધુ રકમ બાકી હોય તેવા તમામ વિજ ધારકોને નોટીસ ફટકારવામાં પણ આવી છે. છતાંય બાકી પડતુ વિજ બિલ ભરપાઈ કરવામા નહીં આવે તો વિજ કનેક્શન કાપી નાંખવામા આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.