તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેવડી ઋતુ:ચરોતરમાં દિવસે તાપમાન ઉંચુ રહેતાં દિવસે ઠંડી ઘટી, રાત્રે ઠંડી - દિવસે ગરમી

આણંદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

આણંદ-ખેડા જિલ્લા સહિત સમગ્ર પંથકમાં અનિયમિત દિશાના પવન વચ્ચે ગુરુવારે ઠંડીમાં સામાન્ય ઉતાર-ચડાવ નોંધાયો હતો. જ્યારે ગરમીનો પારો અડધો ડિગ્રી ઉચકાતાં મહત્તમ તાપમાન 31.5 ડિગ્રીની પર પહોંચ્યો હતો. આમ સતત બીજા દિવસે પણ આણંદ શહેર સહિત પંથકમાં 31.5 ડિગ્રી તાપમાનના કારણે બપોર બાદ ગરમીની અસર વર્તાવવા માંડી હતી.

બીજી બાજુ છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો 11 ડિગ્રી પર સ્થિર રહેતાં સાંજ બાદ જ્યાં ગરમ કપડાંનો સહારો લેવો પડે છે, ત્યાં દિવસના ઉંચા તાપમાન કારણે અનુભવાતી ગરમીના કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અગામી પાંચ દિવસો આકાશમાં અંશત: વાદળો રહી શકે છે. જેના કારણે આગામી 24 કલાક ઠંડી અને ગરમીની સ્થિતિ રહેવાની શક્યતા છે. ત્યાર બાદ શનિવાર થી ઠંડીનું પ્રમાણ ઘટવાનું શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો