મોંધવારી માજા મુકતા ખાનગી કંપનીઓમાં નોકરી કરતાં નોકરીયાત વર્ગના એક સાંધે તેર તુટે તેવા હાલ થઇ ગયા છે. આવક કરતાં જાવક વધી જતાં દેવા ટુંગર નીચે દબાઇ રહ્યો છે. પેટ્રોંલ,ડિઝલ, સીએનજી ગેસ તોંતીગ ભાવ વધારાની અસર શાકભાજી વર્તાઇ રહી છે.ઉનાળામાં શાકભાજીની આવક ઘટી જાય છે.તેના કારણે ભાવ ઉંચકાઇ રહ્યાં છે.
લીંબુ ચરોતરના બજારમાં 120 કિલો વેચાઇ રહ્યાં છે.ત્યારે રોજબરોજની રસોઇ ખટાસ પકડવા માટે સામન્ય વર્ગ ટામેટા તરફ વળ્યો હતો પરંતુ દેશની ટામેટાની આવક ઘટતાં નાસિક અને બેંગ્લોરથી ટામેટા મંગાવવા પડતા હોવાથી ટ્રાન્સ્પોર્ટ ખર્ચ વધી જતાં આણંદ નડિયાદના બજારમાં 80 થી 100 રૂપિયે કિલો ટામેટા વેચાઇ રહ્યાં હોવાથી રસોડા બજેટ ખોંરવાઇ જતાં ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે.
આણંદ- નડિયાદના બજારમાં ટામેટાના ભાવ ઉંચકતાં ખાણીપીણી લારીઓ વાળા સહિત હોટલ ,રેસ્ટોરન્ટ પર તેની સીંધી અસર વર્તાઇ રહી છે. ઉનાળો શરૂ થતાં દેશી ટામેટા ઉતારો નહીંવત થઇ જતાં આવક ઘટી ગઇ છે. ચરોતરમાં ચકલાસી, આણંદ, સદાનાપુરા, કુંજરાવ, આંકવાલ અને વાસદ પંથકમાં ટામેટાનું વાવેતર થાય છે.
ઉનાળામાં ગરમીના કારણે ટામેટાની આવક ઘટી જાય છે. ચોમાસા નવો પાક ઉતરે ત્યારે સ્થાનિક માલની આવક વધેછે. આણંદ નડિયાદના બજારમાં જૈનિત 50 ટન ટામેટાની જરૂરીયાત સામે માંડ 20 ટન ટામેટા નાસિક, બેગ્લોરથી આવે છે. જેના કારણે એપ્રિલની શરૂઆતમાં રૂા 10 રૂપિયે કિલો વેચાતા ટામેટા હાલમાં 80 થી 100 રૂપિયે કિલો વેચાઇ રહ્યાં છે.
ખાણીપીણી લારી પરથી ટામેટા જ ગાયબ થઈ ગયા
ટામેટા ભાવ વધી જતાં ખાણી પીણી લારીઓ પર તેની સીધી અસર થઇ છે. ખાણીપીણી લારીઓ પર બનતી ચીજવસ્તુઓ મોટાપ્રમાણ લીંબુની જગ્યાએ ટામેટાનો ઉપયોગ થતો હતો. કચુબરમાં ટામેટા આપવામાં આવતાં હતા પરંતુ છેલ્લા બે દિવસથી ટામેટા ભાવ રૂા 100 થઇ જતાં લારીઓ વાળા મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.મોંધવારીને કારણે ગ્રાહકો ઓછા આવે છે.તેવા તેલ સહિત ટામેટા ભાવ વધી રહ્યાં હોવાથી તેઓને આવકમાં ઘટાડો થયો છે. તેના કારણે લારીવાળા મુશ્કેલીમાં મુકાયા છે. - શંકર વાઘેલા, ખાણીપીણી લારી, આણંદ
હોલસેલમાં ટામેટા રૂ. 1200ના મણ
આણંદ-ખેડા જિલ્લાના મોટી શાકમાર્કેટમાં નાસિક આવતાં ટામેટા રૂા 1200 થી 1400 રૂપિયે વેચાઇ છે.જેના કારણે છુટક બજરામાં તેનો ભાવ રૂા 80 થી રૂા 100 બોલાઇ રહ્યો છે.નાસિકથી ટામેટા આવતાંહોવાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી ગયો છે. માંગ કરતાં આવક ઓછી છે. તેથી ટામેટાના ભાવ ઉંચકાયા. - મહેબુબમીયા મલેક, શાકભાજીના વેપારી,આણંદ
ગરમી વધતાં ટામેટાની આવક ઘટી
આણંદ જિલ્લામાં હાલ નદીકાંઠાના ગામોમાંથી ટામેટા આવી રહ્યાં છે.ગરમીના કારણે પાકનો ઉતારો ઘટયો છે. જેથી ટામેટા ઉંચી કિંમતે વેચાઇ છે.અગાઉ હોલસેલમાં 80 થી 100 રૂપિયા ભાવે વેંચાતા વેચાતા હતા તે હાલ 1000થી 1200 રૂપિયે મણ વેચાઇ રહ્યાં છે.જેના કારણે છુટક માર્કેટમાં ટામેટા ઉંચા ભાવે વેચાઇ રહ્યાં છે. - ચતુરભાઇ તળપદા, સદાનાપુરા,ખેડૂત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.