તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:ચરોતરમાં ઠંડીનો પારો 15 ડિગ્રી થતાં શીતલહેર પ્રસરી

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેશે

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં છેલ્લા 4 દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રીઅે ફ્રીઝ થઈ જતાં મોડી રાત્રિ તેમજ પરોઢીયે પ્રસરી જવા પામી હતી. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે પણ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી રહેવા પામ્યો છે. જો કે, દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રીની આસ-પાસ રહેતાં ઠંડીની અસર ઓછી વર્તાઈ રહી હતી.આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા રાજ્યના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રી જ્યારે લધુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી, ઉપરાંત ભેજનું પ્રમાણ 85 ટકા , પવનની ઝડપ 1.1 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર -પૂર્વીય દિશામાંથી પવનો ફૂંકાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો