ભાવમાં વધઘટ:ચરોતરમાં પામતેલના ભાવમાં એક જ દિવસમાં 40નો ઘટાડો

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંગતેલના ભાવમાં 10નો વધારો થતાં ડબ્બો 2800નો થયો

આણંદ શહેર સહિત જિલ્લામાં તેલ બજારમાં ઘરઆંગણે મુખ્ય તેલ અને સાઈડ તેલના ભાવમાં વધઘટ જોવા મળી હતી. ત્યારે મુખ્ય તેલમાં સિંગતેલમાં ડબ્બે રૂપિયા 10નો વધારો જોવા મળતા તેલનો ડબ્બો રૂપિયા 2800નો થયો હતો.જ્યારે સાઈડ તેલમાં પામોલીન તેલના ભાવમાં રૂપિયા 40નો ઘટાડો જોવા મળ્યો હતો. જેને કારણે પામોલીન તેલનો ડબ્બો રૂપિયા 2405માંથી ઘટીને રૂપિયા 2365નો થયો હતો. આણંદ સરદારગંજ બજારમાં તેલના વેપારી મેહુલભાઈ નથવાણીએ જણાવેલ કે ઇન્ડોનેશિયાએ પામતેલની નિકાસ માટે અંકુશ લાદયા હતા.

હવે વેપાર માટે મંજૂરી આપી દીધી છે અને વેપાર વધારવા માટેના પ્રયાસો શરૂ થતાં પામતેલમાં નરમાશભર્યું વલણ જોવા મળી રહ્યું છે. જ્યારે બાકીના સાઈડ તેલના ભાવ સ્થિર રહ્યા હતા. સિંગતેલની સાથે કપાસિયા તેલમાં રૂપિયા 5નો ભાવવધારો રહેતા તેલનો ડબ્બો રૂપિયા 2675નો થયો હતો.બીજી તરફ મગફળીની આવક ઘટી છે અને બજારમાં સામે ડિમાન્ડ પણ નથી. મે માસમાં સિંગતેલનો ડબ્બો 2800નો થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી સિંગતેલનો ડબ્બો 2790 સ્થિર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...