તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:ચરોતરમાં એક જ દિવસમાં પારો 3.5 ડિગ્રી વધતા ઠંડી ગાયબ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેલી પરોઢીયે ઠંડી : સૂર્યોદયની સાથે ગરમીનો માહોલ

હજી તો બે દિવસ પહેલા આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં શિયાળાની ઋતુઅે પોતાનું મિજાજ દર્શાવતાં 15 ડિગ્રીઅે પંથકવાસીઆેને ઠુઠવાતા લોકોઅે સ્વેટર,અને ગરમધાબડાનો સહારો લેવો પડ્યો હતો. શનિવારે અેકા અેક લધુત્તમ તાપમાન3.5 ડિગ્રી વધી જતાં અચનાક જ વાતાવરણમાં ઠંડીનો અહેસાસ ગાયબ થઈ જવા પામ્યો હતો. આમ આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે આણંદ જિલ્લામાં લઘુત્તમ તાપમાનન 18.5 ડિગ્રી નોધાયું હતું.

આમ હજી તો એક દિવસ પહેલાં ઠંડીમાં ઠુઠવાતા લોકોએ પંખા અને એસી ચાલુ કરી દીધા છે. છેલ્લાં 24 કલાકમાં ઠંડી જાણે ક્યાં છુ થઈ ગઈ અને તાપમાનનો પારો સડસડાટ ઉપર ચડી ગયો. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે આણંદ શહેરનું અધિકત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારની સરખામણીમાં શનિવારે ન્યુનત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રીનો વધારો થયો હતો. જો કે, મળસ્કે વાતાવરણમાં થોડી ઠંડી હતી પરંતુ સૂર્યોદયની સાથે સાથે તાપમાન વધતા બપોરના સમયે લોકોને ઉનાળાની શરૂઆતની ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો