તાપમાનમાં સામાન્ય વધઘટ:ચરોતરમાં 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી સપ્તાહ સુધી ગરમીનું જોર યથાવત રહેશે

શનિવારે મહત્તમ તાપમાન 39.07 ડિગ્રીએ યથાવત રહ્યું હતું.શનિવારે દિવસ દરમિયાન 10થી12 કિમીની ઝડપે પવન ફુકાતા ગરમીમાં રાહત જોવા મળી હતી.તો બીજી બાજુ માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડતાં દ્રિ ચક્રી વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા. આગામી ચાર દિવસ સુધી તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. આગામી 26 મી મે બાદ વિન્ડ પેટર્ન બદલવાની સંભાવના વ્યકત કરી છે.

ચરોતરમાં આગામી 5 દિવસ સુદી 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે.જો કે ગરમ પવનો જોર યથાયત રહેશે , તેમજ હળવા વાદળો વચ્ચે ભેજનું પ્રમાણવદુ રહેશે.જેથી બફારો અનુભવાશે. જો કે આગામી સપ્તાહમાં પ્રિ-મોનસુન સક્રીય થવાની સંભાવના છે.પવનની દિશા ઉતર દક્ષિણ રહેશે.

કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શનિવારે મહતમ તાપમાન 30.07 લઘુતમ તાપમાન 26.08, ભેજના ટકા 77, પવનની ગતિ સવારે 8.4 કિમી હતી. જે બપોરબાદ વધીને 10 થી 12 કિમીનો ઝડપે ફુંકાતો હતો.જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...