ચરોતર ખાનગી અને સરકારી શાળાઓમાં આજથી પ્રથમ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. સવા માસ બાદ શાળાઓ ફરી વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠશે. હાલમાં રાજ્યમાં પુનઃ કોરોના સંક્રમણ માથું ઉંચકી રહ્યું છે. આણંદ જિલ્લામાં 7 જેટલા કોરોના નવા કેસ નોંધાયા છે.
બાળકોના વેક્સિનેશનના આંકડા ચકાસીએ તો ચરોતરની 2350 થી વધુ શાળાઓમાં 5.75 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધો 1 થી 12 અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ત્યારે નવા સત્રના પ્રારંભે વેકશન માણીને આવેલા બાળકો બિમાર જણાય તો તેને સ્કૂલે ન મોકલવા તંત્રએ જણાવ્યું છે.
ચરોતરમાં 12 થી 17 વર્ષના 4.80 લાખ વિદ્યાર્થીઓમાંથી બંને ડોઝનો 4,70,000 ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.જેમાંથી પ્રથમ ડોઝ 2,08,817 અને બીજો ડોઝ 2,58,813 વિદ્યાર્થીઓે જો કે વિદ્યાર્થીઓને માત્ર એક ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે હજુ સુધી 12 જાર છાત્રોએ એક પણ ડોઝ લીધો નથી.
આણંદ -ખેડા જિલ્લામાં સોમવારથી સ્કૂલ શરૂ રહી હોવાથી વાલીઓ ચોપાડ, ગણવેશ ખરીદવા માટે મોટી સંખ્યા રવિવારે બજારો ઉમટી પડયા હતા. જો કે શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે કોઇ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી નથી. પરંતુ કોરોના કેસ નવેસરથી મળી રહ્યાં હોવાથી મોટાભાગની સ્કુલો દ્વારા સાફસફાઇ સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જયારે સ્કુલો પ્રથમ દિવસે બાળકોને આવકારમાં આવશે. તેમજ આગામી દિવસો શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવનાર છે.
આણંદમાં વિદ્યાર્થીઓએ મુકાવેલ વેક્સિન ડોઝ
વય જૂથ | પ્રથમ | ટકાવારી | બીજો | ટકાવારી |
12 થી 14 વર્ષ | 79112 | 98% | 73291 | 95 |
15 થી 17 વર્ષ | 129705 | 99% | 128418 | 99% |
18 વર્ષ | 30000 |
ખેડા જિલ્લામાં વિદ્યાર્થીઓએ મુકાવેલ વેક્સિન ડોઝ
વય જૂથ | પ્રથમ | ટકાવારી | બીજો | ટકાવારી |
12થી 14 વર્ષ | 101072 | 98% | ||
15 થી 17 વર્ષ | 1,30,108 | 99% |
ધોરણ- 1માં નામાંકનવાળાને પ્રથમ પ્રાધાન્ય અપાશે
સોમવારથી શાળાઓ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ગતવર્ષે કોરોનાના કારણે ધો 1 થી 8 વિદ્યાર્થીઓને અભ્યાસમાં પુરતું ધ્યાન આપી શકાયું ન હતું .તેના કારણે શાળા ખુલતાની સાથે શિક્ષકો દ્વારા ગતવર્ષના અભ્યાસ ક્રમનું રીવીઝન કરાવીને વિદ્યાર્થીઓનો પાયો મજબૂત કરવામાં આવશે.
સરકારે આ વખતે ધોરણ 1માં વધુ ને વધુ બાળકો પ્રવેશ મેળવે તેમજ કોઇ બાળક પાયાના પ્રાથમિક શિક્ષણથી વંચિત ના રહે તે માટે તમામ શાળાઓના સંચાલકોને તકેદારી રાખવા જણાવ્યું છે. સાથે સાથે આગામી 21 થી 23 દરમિયાન ધો-01માં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. જેની તાલુકાકક્ષાએ કામગીરી ચાલી રહી છે. ટુંક સમયમાં જે તે શાળાઓને સુચના આપવામાં આવશે. આ વખતે મંજૂરી કામ સહિત ઇતર પ્રવૃતિ કરતાં પરિવાર કે પરા વિસ્તારમાં રહેતા બાળકો પ્રવેશથી વંચિત ના રહે તે માટે તકેદારી રાખવા જણાવ્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા ગાઇડ લાઇન બહાર પડાઇ નથી
વાલીઓ સાવધાન રહીને બાળકોને સ્કુલે મોકલતા પહેલા તમામ તકેદારી રાખવી પડશે. બિમાર બાળક હોય તો સ્કુલને મોકલવા તેમજ ઘરેથી માસ્ક સહિતની વ્યવસ્થા કરીને શાળાએ મોકલવા માટે ડોકટરો જણાવ્યું છે.હાલમાં કોરોના નવા કેસ મળી રહ્યાં છે.ત્યારે ધો 1થી 6 બાળકોને વેક્શિન અપાઇ નથી, જેથી સાવચેતી રાખવી જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.