લગ્નની લાલચ આપી દુષ્કર્મ:બોરસદના કંકાપુર ગામે યુવતીને લગ્નની લાલચ આપી ગામના જ શખ્સે દુષ્કર્મ આચર્યું

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરસદ પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી

બોરસદ તાલુકાના કંકાપુર ગામની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી અને તેણીની મરજી વિરુદ્ધ ગામના જ યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. આ બનાવ અંગે વિરસદ પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે તપાસ હાથ ધરી
પ્રાપ્ત માહિતી મુજબ બોરસદ તાલુકાના કંકાપુર ગામમાં રહેતી એક યુવતીને ગામમાં રહેતા શખ્સે લગ્ન કરવાની લાલચ આપી લલચાવી,પટાવી, ફોસલાવી અવારનવાર તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ જો કોઈને આ બાબતની જાણ કરીશ તો તારા પિતા અને બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ વિરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વિરુદ્ધ ઈ પી કો કલમ 376(2)(એન) તથા 506(2) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...