• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Borsad, When A Dog Came Near The Shop, The Businessman Got Angry And Beat Up The Youth, Using Racist Insults. Six People Fell Apart On Film.

નજીવી બાબતે હુમલો:બોરસદમાં દુકાન પાસે કુતરું આવતાં વેપારી ઉશ્કેરાઇને યુવકને મારમાર્યો, જાતિવાચક અપમાનિત શબ્દ કહી છ શખ્સો ફિલ્મી ઢબે તુટી પડ્યાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના કાલુ ગામમાં પાલતું કુતરું લઇ નિકળેલા યુવકને વેપારી સાથે ઝઘડો તયો હતો. આ કુતરુ દુકાન પાસે જઇ સુંઘતા વેપારી ઉશ્કેરાયો હતો અને યુવકને જાતિવાચક અપમાનિત શબ્દ કહી મારમાર્યો હતો. જેમાં તેમની સાથે અન્ય આસપાસના લોકો પણ જોડાયાં હતાં અને ફિલ્મી ઢબે યુવક અને તેની માતાને ધમકી આપી હતી. આ અંગે પોલીસે છ શખસ સામે ગુનો નોંધ્યો હતો.

બોરસદના કાલુ ગામના આથમણા ભાગમાં રહેતા અંકિત મેલાભાઈ બીએમબી એન્જિનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરે છે. તેણે લેબ્રાડોર મિક્સ કુતરું પાળ્યું હતું. દરમિયાનમાં 4થી જાન્યુઆરીના રોજ તે લેબ્રાડોર મિક્સ કુતરાને લઇ બહાર નિકળ્યો હતો. તે સમયે કુતરું રસ્તા પર સુંઘતું સુઘતું નજીકમાં ઇન્દ્રજીતસિંહ વજેસિંહ સોલંકીના ગલ્લા નજીક પહોંચ્યું હતું. આથી, ઇન્દ્રજીતસિંહ ઉશ્કેરાઇ ગયાં હતાં અને અંકિતને ઠપકો આપ્યો હતો. આ ઉપરાંત જાતિ વાચક અપમાનિત શબ્દ પણ કહ્યાં હતાં.

મહત્વનું છે કે આ સમયે અંકિતે અપશબ્દ બોલવાની ના પાડતા ઝઘડો વધ્યો હતો. જેમાં આસપાસમાં રહેતા ઇન્દ્રજિતસિંહના મિત્ર દીપક વિજય વાળંદ, મહેશ ધુળા વાઘેલા, કિરીટ વાઘેલા દોડી આવ્યાં હતાં અને મારવા ફળી વળ્યાં હતાં. જેમાં દીપક, મહેશ અને કિરીટે પકડી રાખી ઇન્દ્રજીતસિંહ દુકાનમાંથી છરો લાવી પગ, ઢીંચણ પર મારી દીધાં હતાં. જોકે, અંકિતે બુમાબુમ કરતાં તેના માતા દોડી આવ્યાં હતાં અને વધુ મારથી બચાવવા વચ્ચે પડ્યાં હતાં. આ સમયે ચારેય શખસે ધક્કો મારી તેમને પાડી દીધાં હતાં. આ અંગે માતા અને પુત્ર ફરિયાદ કરવા જતાં ઇન્દ્રજીતસિંહના પિતા વજેસિંહ સોલંકી, પુનમ જીકા ગોહેલ પણ ઘર પાસે આવી ગયાં હતાં અને બન્ને માતા - પુત્રને ધમકી આપી હતી. આ અંગે વિરસદ પોલીસે ઇન્દ્રજીતસિંહ વજેસિંહ સોલંકી, દિપક વિજય વાળંદ, મહેશ ધુળા વાઘેલા, કિરીટ વાઘેલા, વજેસિંહ સોલંકી અને પુનમ જીકા ગોહેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...