બોરસદના બોદાલ ગામમાં પોલ્ટ્રી ફાર્મમાં પાર્ક કરેલી ગાડીનો કાચ તોડી અજાણ્યા શખ્સો રોકડા રૂ.સાડા ત્રણ લાખ ચોરી ગયાં હતાં. પોલ્ટ્રી ફાર્મના માલિક મજૂરોને ચુકવવાના નાણા લઇને આવ્યાં હતાં. જે ગાડીમાં મુકી ફાર્મમાં ગયાં તે દરમિયાન ચીલઝડપ થઇ હતી. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદ શહેરના જીટોડીયા રોડ પર આવેલા જલારામ નિવાસમાં રહેતા પ્રિતેશભાઈ રાકેશભાઈ પટેલનું પોલ્ટ્રી ફાર્મ બોરસદના બોદાલ ગામે આવેલું છે. આ ફાર્મ પર કામ કરતાં મજુરોને વળતર ચુકવવા માટે પ્રિતેશભાઈએ સાડા ત્રણ લાખ રોકડા થેલામાં મુકી ગાડીમાં થેલો મુક્યો હતો. તેઓ ગાડી લઇ બોદાલ પોલ્ટ્રી ફાર્મ પર પહોંચ્યાં હતાં. જોકે, તેઓ ગાડી પાર્ક કરી ફાર્મમાં ગયાં. આ દરમિયાન પાછળથી તસ્કરો ત્રાટક્યાં હતાં.
આ તસ્કરોએ ડ્રાઈવર બાજુ પાછળનો કાચ તોડી નાંખી અંદર મુકેલા સાડા ત્રણ લાખ રોકડા ભરેલો થેલો ઉઠાવી નાસી ગયાં હતાં. થોડા સમય બાદ આવેલા પ્રિતેશભાઈ ગાડીની હાલત જોઇ ચોંકી ગયાં હતાં. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.