તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:બોરસદમાં ભગવાન જગન્નાથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરચર્યાએ નીકળ્યા, રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રા જેમ જેમ વિસ્તારોમાં ફરી રહી હતી તેમ તેમ ભગવાનની સવારી પર લોકોએ ઘરોંમાં રહી ફૂલ વરસાવ્યા

બોરસદમાં અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નારાયણદેવ મંદિરથી નીકળી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં લઈ સરકારના નિયમો અને સુચના મુજબ અને કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે રથયાત્રા નીકળી હતી. રથયાત્રાને લઈ બોરસદ શહેરમાં બપોરે 1 વાગ્યાથી રાતના 8 સુધી કરફ્યુ જાહેર કરવામાં આવેલો હતો જેને લઈ માર્ગો અને વિસ્તારો સૂમસામ ભાષી રહ્યા હતા. રથયાત્રા જેમ જેમ વિસ્તારોમાં ફરી રહી હતી તેમ તેમ ભગવાનની સવારી પર લોકો ઘરોંમાં રહી ફૂલ વરસાવી રહ્યા હતા અને ઘરમાં રહીને દર્શન કરી રહ્યાં હતા. રથયાત્રાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં ઘોડા પોલીસ સહિત એસઆરપી અને પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો હતો.

બોરસદ શહેરમાં રથયાત્રાને લઈ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી બપોરે 1 વાગ્યાથી 8 વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઈ શહેરના બજારો અને દુકાનો 1 વાગતાં સુધીમાં બંધ થઈ ગઈ હતી. ત્યારે આણંદ ચોકડી પર આવેલી દ્વારકેશ કાઠિયાવાડી હોટલ અને બીજી દુકાનો ખુલ્લી રહી હતી જેને લઈ હોટલ પર ભારે ભીડ પણ જોવા મળી હતી. ત્યારે 1 વાગ્યા બાદ પણ હોટલ ખુલ્લી રહેતા પોલીસને જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને હોટલ સહિતની દુકાનો બંધ કરાવી હતી.

બોરસદ શહેર 1 વાગ્યા બાદ સંપુર્ણ બંધ થઈ ગયું
બોરસદ શહેરમાં કરફ્યુને લઈ આજે બપોરે 1 વાગ્યા બાદ ધીરે ધીરે તમામ બજારોની દુકાનો બંધ થઈ ગઈ હતી અને પોલીસએ પણ પેટ્રોલિંગ કરી ખુલ્લી દુકાનો બંધ કરાવી દીધી હતી અને માર્ગ પર બેરિકેટ અને આડ્‌સો મૂકી રસ્તા બંધ કરી દીધા હતા. જેને લઈ અવરજવર પણ બંધ થઈ જવા પામી હતી અને શહેરમાં માર્ગો પર માત્ર પોલીસ સિવાય કોઈ જ વ્યક્તિ માર્ગો અને વિસ્તારોમાં જોવા મળ્યા ન હતા અને માર્ગો સુમસામ બની રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...