હુમલો:બોદાલમાં ભેલાણ મુદ્દે બે જૂથ બાખડ્યા : 3ને ઈજા

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ પશુ પર પણ ધારીયાથી હુમલો કર્યો

બોરસદ તાલુકાના બોદાલ ગામની સીમમાં બુધવારે બપોરે ઊભા પાકમાં પશુઓ ઘુસી જવા મુદ્દે બે કોમના જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ બનાવમાં ઉશ્કેરાયેલાં ટોળાંએ ત્રણ પશુ પર પણ હુમલો કર્યો હતો. બોરસદના પામોલ નહેર પાસે રહેતા લતીફશા છોટુશા િદવાને આ મામલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ખેતરમાં કેળનો પાક કર્યો હતો. દરમિયાન, બુધવારે બપોરે કેટલાંક પશુઓ તેમના ખેતરમાં ઘુસી ગયા હતા અને ઊભો પાક બગાડ્યો હતો.

આ મામલે તેમણે નથુ કાળા ભરવાડ, તેજા કાળા ભરવાડને ઠપકો આપ્યો હતો અને પશુને બહાર કાઢી લેવા કહ્યું હતું. જેથી બંને જણાં ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને માર માર્યો હતો. જેમાં તેમને શરીરે ઈજા પહોંચી હતી. એ જ રીતે બીજી તરફ નથુભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગાય ચરાવવાના મુદ્દે લતીફશા દિવાન ઉપરાંત સોહિલશા, રૂસ્તમ કાલુશાએ ઉશ્કેરાઈને તેમને તથા તેમની ત્રણ ગાયો પર ધારીયાથી હુમલો કર્યો હતો. આ બનાવ સંદર્ભે બોરસદ શહેર પોલીસે બંને પક્ષે મારામારીની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...