આત્મહત્યા:ભેટાસીમાં ઝાડ સાથે સાડી બાંધી યુવાને ફાસો ખાધો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આત્મહત્યાનું કારણ હજુ સુધી અકળ

આંકલાવના ભેટાસીના ડાભિયા સિમ વિસ્તારમાં રહેતા 45 પુરુષે પોતાનાની ઘરની બાજુમાં આવેલા ઝાડ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે જેથી આંકલાવ પોલીસે આત્મહત્યા અંગે ગુનો દાખલ કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવના ભેટાસીના ડાભિયા સિમ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય પુરુષ યોગેસ અભેસિંગ રાજ રાત્રીના સમયે કોઈ અંગત કારણોસર પોતાના ઘરની બાજુમાં આવેલા હરેલાના ઝાડ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. સવારે તેની જણ પરિવારને થઇ હતી. તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

જેથી તાત્કાલિક પુત્ર યુવરાજ યોગેશભાઈ રાજ દ્વારા આંકલાવ પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાઈ છે જેથી આંકલાવ પોલીસે આત્મહત્યા અંગે ગુનો દાખલ કર્યો છે. જેથી પોલીસે હાલ તો ગુનો દાખલ કરી આત્મહત્યાનું કારણ શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...